મલ્ટીવેર આભૂષણો ઇનટ્રેન્ડ 22/04/2016 7:58 am Khushali Dave હાલમાં ઘણી માનીતી અને જાણીતી જ્વેલરી બ્રાન્ડે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે અને નેકલેસ, બ્રેસલેટ, બુટ્ટી, વીંટી, બ્રોચ અને પેન્ડેન્ટની અદલાબદલી કરીને મલ્ટીવેર જ્વેલરી માર્કેટમાં મૂકી છે. આશ્ચર્ય વચ્ચે આ પ્રકારના આભૂષણો પ્રિય પણ થઈ રહ્યાં છે. યુવતીઓ અને સ્ત્રીઓ શોખથી આ ઘરેણાં વસાવી રહ્યાં છે.
આમીરને હાથ એકેય નથી, છતાં તે બેટિંગ પણ કરે છે અને બોલિંગ પણ! 22/04/2016 7:53 am Nilesh Parmar કોઇ પણ વ્યક્તિએ ક્રિકેટમાં કૌવત દેખાડવું હોય તો કાંડામાં કૌવત હોવું જરૂરી છે. આ નિયમ બધાને લાગુ પડે છે, સિવાય કે અનંતનાગમાં વસતા આમીરને. જમ્મુ-કાશ્મીરનો ૨૬ વર્ષનો આ યુવાન બેમાંથી એક પણ હાથ ન હોવા છતાં આરામથી ક્રિકેટ રમે છે. નાનપણથી જ તેને ક્રિકેટ રમત પ્રત્યે એટલો બધો લગાવ છે કે તેને એક અકસ્માતમાં હાથ ગુમાવવા પડયા હોવા છતાં આત્મવિશ્વાસ અને પ્રબળ ઇચ્છાશકિતના જોર પર કાંડા વગર પણ બેટ વિંઝે છે. બેટને ખભા અને ગળા વચ્ચે ફસાવીને ક્રિકેટમાં અઘરા ગણાતા શોટ્સ તે સરળતાથી ફટકારી શકે છે. આ દૃશ્ય જોઇને લોકો દંગ રહી જાય છે. આમીર માત્ર બેટિંગ જ નહીં, ફિલ્ડીંગ સાઇટ પર પગ વડે બોલ રોકીને રન બચાવે છે.
હે રામ!: દ્રોણાગીરીના લોકો હનુમાનજીને પૂજતા નથી 22/04/2016 7:32 am Nilesh Parmar આજે વિશ્વભરમાં વસતો હિન્દુ સમુદાય ભલે હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરી રહ્યો હોય, ઉત્તરાખંડનું એક ગામ એવું પણ છે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા કરતા નથી. ઉત્તરાખંડના જનપદ ચમોલી જિલ્લાના દ્રોણાગીરી ગામના લોકો આજકાલના નહીં, સદીઓથી હનુમાનજીની પૂજા કરતા નથી. એટલું જ નહીં, ૧૪ હજાર ફૂટની ઊંચાઇ પર આવેલા આ ગામમાં કેસરી રંગની ધજા પણ ફરકાવવાની પણ મનાઇ છે. દ્રોણાગીરી ગામના લોકો અને હનુમાનજી વચ્ચેના રિસામણાના મૂળ રામાયણમાં પડયા છે.
કથીરમાંથી કંચનઃ એપલે ઈ-વેસ્ટમાંથી ૪૦ મિલિયન ડોલરનું સોનું કાઢયું 22/04/2016 8:55 am Nilesh Parmar લોકો ખરાબ થઈ ગયેલા ફોન અથવા કમ્પ્યુટરોને ફેંકી દેતાં હોય છે કે હંમેશા માટે સ્ટોરરૂમમાં નાંખી દેતાં હોય છે, પરંતુ આઇફોન માટે જાણીતી એપલ કંપનીએ યૂઝડ ફોન અને કમ્પ્યૂટરોમાંથી ૪૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૨૬૪ કરોડ રૂપિયાનું સોનું કાઢયું છે. કંપનીએ તેના રિસાઇકલિંગના ઉદ્યોગથી આ સફળતા મેળવી છે. એપલ દ્વારા બહાર પડાયેલા વાર્ષિક એન્વાયર્ન્મેન્ટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેણે કેવી રીતે જૂનાં કમ્પ્યૂટરો અને ફોનમાંથી કમાણી કરી છે.
શરીર બે અને આંખો પણ બે 23/04/2016 6:00 am Khushali Dave જનાના હોસ્પિટલમાં ૨૨મી એપ્રિલે મગજથી જોડાયેલાં બે બાળકોનો જન્મ થયો હતો. આ બાળકોનાં બે શરીર હતાં. બે હૃદય હતાં. હાથ-પગ-કાન ચાર-ચાર હતા, પણ આંખો બે જ હતી. મેડિકલ ટર્મિનોલોજીમાં આવાં બાળકોને સિયામીઝ ચિલ્ડ્રન કહેવાય છે. આવાં સિયામીઝ ચિલ્ડ્રન સામાન્ય રીતે એકથી સવા લાખ કિસ્સામાં એક જોવા મળે છે. સામાન્ય રીતે એમનું આયુષ્ય ચારથી આઠ કલાકનું જ હોય છે. રાજકોટમાં જન્મેલાં આ બાળકો ચારેક કલાક જેટલું માંડ જીવ્યાં હતાં. બાળકોનાં મૃત્યુ બાદ તેના માતા-પિતાએ બન્ને બાળકોની અંતિમવિધિ કરવાને બદલે તેમનું શરીર તબીબી અભ્યાસ માટે રાજકોટની મેડિકલ કોલેજને આપી દીધું હતું.
અસ્મિતા પર્વમાં ગુલામ અલીએ હનુમંત એવોર્ડ સ્વીકાર્યો 23/04/2016 6:07 am Khushali Dave મહુવા ખાતેના અસ્મિતા પર્વમાં શરૂઆતથી જ પાકિસ્તાની ગાયક ગુલામ અલીની ઉપસ્થતિ અંગે અનેક અટકળો સેવાતી હતી, પરંતુ હનુમાન જંયતીએ તલગાજરડા ખાતેના કાર્યક્રમમાં હનુમંત એવોર્ડને સ્વીકારવા માટે પાકિસ્તાની ગઝલસમ્રાટ ખાસ હાજર રહ્યા હતા.