હૃતિક - કંગના વચ્ચે વિખવાદ સાચું કોણ? અને ખોટું કોણ? 23/04/2016 6:24 am Nilesh Parmar હિન્દી ફિલ્મજગતની સેલિબ્રિટી અને હાર્ટ થ્રોબ હૃતિક રોશન અને કંગના રનૌત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલતો વિવાદ વકર્યો છે, જેમાં દિન-પ્રતિદિન નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે કંગના દ્વારા કથિત રીતે હૃતિકને લખાયેલાં કેટલાંક ઈ-મેલ્સ જાહેર થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. કેટલાક દિવસો પહેલાં હૃતિકે આ ઈ-મેલની કોપી પુરાવા તરીકે મુંબઇ પોલીસની સાઈબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિવિઝનને સોંપીને એવી ફરિયાદ કરી હતી કે કંગના તેને માનસિક ત્રાસ આપી રહી છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ છેલ્લાં છ મહિનાના સમયગાળામાં કરેલાં ઈ-મેલ પૈકી અમુક ઈ-મેલ જાહેર થયાં છે. જેના પરથી જાણવા મળે છે કે કંગના દર ૬ મિનિટે હૃતિકને એક ઈ-મેલ કરતી હતી.
૭૦ બ્રિટિશ જેહાદીઓ વતનમાં હુમલો કરવા સક્રિય 23/04/2016 7:43 am Nilesh Parmar વિશ્વના સૌથી ક્રૂર કટ્ટરવાદી આતંકી સંગઠન આઈએસઆઈએસ માટે લડવા ગયેલા અને હવે દેશમાં પાછા આવી ગયેલા ૭૦ બ્રિટિશ જેહાદીઓ બ્રિટનમાં આતંકી હુમલો કરવા માટે ષડયંત્ર રચી રહ્યા હોવાની ચોંકાવનારા અહેવાલ છે. બ્રિટનના એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા સ્કોટ વિલ્સને આ ચેતવણી આપતા સમગ્ર બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે.
બેંગ્લોરને વિજય અપાવતો કોહલી-ડીવિલિયર્સનો ઝંઝાવાત 23/04/2016 8:04 am Nilesh Parmar વિરાટ કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપનું ફોર્મ આઇપીએલ સિઝન-નવમાં પણ જાળવ્યું છે. ૨૨ એપ્રિલે પૂણેમાં રમાયેલી મેચમાં કોહલીએ એબી ડીવિલિયર્સ સાથે મળીને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને ૧૩ રને પરાજય આપ્યો હતો. કોહલી અને ડીવિલિયર્સે આક્રમક અડધી સદી ફટાકારવા ઉપરાંત ૧૫૫ રનની ભાગીદારી નોંધાવીને પૂણેને ૧૮૬ રનનો મુશ્કેલ આપ્યો હતો. જવાબમાં પૂણેનો દાવ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૨ રનમાં સમેટાયો હતો.