મોડેથી સૂવાની આદતથી ટીનેજર્સનો અભ્યાસ બગડવાનું મોટુ જોખમ 18/04/2016 5:46 am Jitendra Umatia લંડનઃ સોશિયલ મીડિયાની ૨૪ x ૭ જીવનશૈલીમાં મશગૂલ ઘણાં ટીનેજર્સ મધરાત પછી સૂતા હોવાથી પૂરતી ઉંઘ લઈ શકતા નથી. તેનાથી તેમનું ભણતર જોખમમાં મૂકાતું હોવાની ચેતવણી હેડ ટીચર્સ અને ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી છે. અન્ય દેશોના અલગ ટાઈમ ઝોનવાળા દેશોના બાળકો સાથે મોડે સુધી કોમ્પ્યુટર ગેમ્સ રમવાને લીધે અથવા તો અન્ય પ્રવૃત્તિથી તેઓ અનિદ્રાનો ભોગ બને છે.
હિથ્રો પર બ્રિટિશ એરના વિમાન સાથે ડ્રોન ટકરાયું 18/04/2016 12:05 pm Jitendra Umatia બ્રિટિશ એરવેઝની ૧૩૭ વ્યક્તિ સાથેની જીનિવાથી આવી રહેલી ફ્લાઈટ બીએ ૭૨૭ હિથ્રો એરપોર્ટ પર ટર્મિનલ પાંચ પર લેન્ડિંગ કરવા જઈ રહી હતી ત્યારે તેની સાથે એક ડ્રોન ટકરાયું હતું. જોકે, તેનાથી વિમાનને કોઈ નુક્સાન થયું નહોતું.
હઠાગ્રહી પેરન્ટ્સ બાળકોનો વિકાસ રૂંધે છે 18/04/2016 5:27 am Jitendra Umatia અસાધારણ શક્તિ ધરાવતા બાળકોને નોબેલ વિજેતા બનાવવાનું સ્વપ્ન સેવતા હઠાગ્રહી માતાપિતાને લીધે તેમની કલ્પનાશક્તિ રૂંધાઈ જાય છે અને અંતે તેઓ ‘મહત્ત્વાકાંક્ષી રોબોટ’ જેવા બની જતા હોવાનો દાવો પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સૌથી યુવા પ્રોફેસર એડમ ગ્રાન્ટે સર્જનાત્મકતા અને ઓરિજિનલ આઈડિયાના મહત્ત્વ વિશેના તેમના નવા પુસ્તકમાં કર્યો છે.
જીપીની કામગીરી અંગે લોકોમાં અસંતોષ વધ્યો 18/04/2016 9:52 am Jitendra Umatia જનરલ પ્રેક્ટીશનર્સના કામકાજ અંગે દર્દીઓના સંતોષના પ્રમાણમાં ભારે ઘટાડો નોંધાયો છે. લોકોની ફરિયાદ છે કે તેમને એપોઈન્ટમેન્ટ મેળવવા માટે ખૂબ તકલીફ વેઠવી પડે છે. અન્ય એક સર્વે મુજબ જીપીની એપોઈન્ટમેન્ટ ચૂકી જતા લોકોને દંડ થવો જોઈએ તેવું દર દસમાંથી સાત લોકોનું માનવું છે.
વધુ પડતી ગ્રીન ટી સ્વાસ્થ્ય બગાડે 20/04/2016 6:23 am Mukesh Patel વિશ્વમાં લાખો લોકો તેમના સ્વાસ્થ્યના જતન માટે ગ્રીન ટીનો સ્વાદ માણે છે. સ્વાસ્થ્યના સંદર્ભમાં ગ્રીન ટીના અનેક લાભ તેની ના નહીં, પરંતુ જો આ જ સ્વાસ્થ્યવર્ધક ગ્રીન ટીના વધુ પડતા ડોઝ લેવામાં આવે તો તે નકારાત્મક અસર પણ કરી શકે છે તેમ એક નવા અભ્યાસમાં જણાયું છે.
ટાઈપ-વન ડાયાબિટીસ દર્દીઓ માટે આશાનું કિરણ 18/04/2016 4:58 am Jitendra Umatia ટાઈપ-વન ડાયાબિટીસના દર્દીઓ સાજા થઈ શકે તેવું આશાનું કિરણ દેખાયું છે. એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોને જણાયું છે કે આ દર્દીઓમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન કરતાં મોટા ભાગના કોષો મૃત નહીં પરંતુ માત્ર નિષ્ક્રિય અવસ્થામાં હોય છે. યુનિવર્સિટી ઓફ એક્સેટરના પ્રો.નોએલ મોર્ગને જણાવ્યું હતું કે આ કોષોને પુનઃજીવિત કરીને દર્દીને સાજો કરી શકાય તેવું બની શકે.જોકે, આ વાત માત્ર યુવા દર્દીઓને જ લાગુ પડી શકે.