Advanced search


પાટીદારોનું જેલભરો આંદોલન હિ

રવિવારે મહેસાણા અને સુરતમાં પાટીદારોનું જેલભરો આંદોલન હિંસક બનતાં સમગ્ર રાજ્યમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે આ બંને શહેરોમાં એકત્ર થયેલાં ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિત ૨૧થી વધુ પાટીદાર આગેવાનો ઘવાયા હતા. બીજી તરફ મામલતદાર, પોલીસ ઓફિસરોને પણ ઈજા પહોંચી હતી. પાટીદાર આગેવાનોએ સોમવારે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું તો રાજ્યમાં વકરેલી પરિસ્થિતિને કારણે રવિવારે બે દિવસ માટે રાજ્યમાં ઇન્ટરનેટ સેવા તુરત જ બંધ કરાઈ હતી.

સૌરાષ્ટ્રમાં પાંચથી સાત દિવસ

સૌરાષ્ટ્રને પાણી-પાણી કરી દેવાના ચૂંટણી ઢંઢેરાઓ પછી પાણી પ્રશ્ને સૌરાષ્ટ્રની સ્થિતિ ઉનાળાના આરંભે જ કફોડી છે. ડેમોમાં પાણી નથી અને નર્મદા નીર પ્રજા સુધી પહોંચતા નથી જેના લીધે સૌરાષ્ટ્રનાં ગામો અને શહેરોમાં ચારથી આઠ દિવસે પાણી મળે છે. કિસાનો અને ગ્રામજનો આ પંથકમાં મોરચા અને આંદોલનો કરે છે, પણ તેના કોઈ પરિણામ આવતા નથી.

ગ્રામજનોએ ભાદરણ રેલવે સ્ટેશન

ગાયકવાડી સમયમાં ધમધમતાં ભાદરણ રેલવે સ્ટેશનની સતત અવગણના કરાતાં આ રેલવે સ્ટેશન છેલ્લાં બે દાયકાથી કાટમાળમાં ફેરવાયું હતું. આ અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં સમારકામ કરવા માટે કોઈ જ કાર્યવાહી થતી ન હતી. આખરે ગ્રામજનોએ લોકફાળા થકી જંગલમાં ફેરવાયેલા રેલવે સ્ટેશનની સાફ સફાઇ કરીને રંગરોગાન કરી નવું સ્વરૂપ આપ્યું છે, સાથે સાથે મુસાફરોને બેસવા માટે ત્રણ ચોતરા અને બાંકડાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન શોભી ઉઠે તે માટે ફૂલઝાડના કુંડા મુકાયા છે.

પાનોલીના શૌકતની દક્ષિણ આફ્રિ

સુરતના કોસંબા-હથુરણના રહીશ અને છેલ્લા દસ વર્ષથી પિતાના મૃત્યુ બાદ માતા સાથે પાનોલીના રહેવાસી ૩૦ વર્ષીય યુવાન શૌકત સાફી શાહનું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના લેન્સ ખાતે ૧૫મી એપ્રિલે ગોળી વાગતાં મોત નીપજ્યું છે. શૌકતના મોતના સમાચાર મળતાં પાનેલીમાં તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. શૌકત નોકરી અર્થે ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકા ગયો હતો. 

રામનામની કમાલઃ કરજણના મંદિરમ

કરજણના શિવવાડી આશ્રમમાં રામેશ્વરમાંથી લવાયેલો પથ્થર છેલ્લા ૨૦ વર્ષથી પાણીમાં તરે છે. આ પથ્થર સતયુગમાં રામસેતુમાં ઉપયોગમાં લેવાયો હતો એવી ભકતોની માન્યતા છે. જોકે સાયન્સના નિષ્ણાતો તેને દરિયાઈ જીવ કોરણ હોવાનું માને છે. 

આરબટીંબડીમાં મામા-ભાણેજ દ્વા

આરબટીંબડી ગામે રામનવમીની ઉજવણી સાથે વરસાદનો વરતારો પણ નક્કી થાય છે. વરસાદનો વરતારોની પરંપરા પ્રમાણે માટીના એક પીંડમાં વચ્ચે લાકડી ખોડવામાં આવે છે. જેની બંને બાજુ મામા-ભાણેજ હાથમાં લાલ અને કાળા કલરનાં કપડાં બાંધેલી સોટીઓ મૂકે છે. ભગવાન શ્રીરામના જન્મોત્સવની આરતી સાથે મામા-ભાણેજના હાથમાં રહેલી વાંસની લાકડીઓ આપમેળે જ વળે તે ઉપરથી વરસાદ કેવો થશે અને આગામી વર્ષ કેવું થશે તે ગ્રામજનો નક્કી કરે છે. 

Palara Lalji Patell

Palara Lalji Patell

Arabtimbdi

Arabtimbdi

patidar bhavin

patidar bhavin