Advanced search


Congress leader Ashok Kaka was shot dead by three unidentified men when he was taking a morning walk along Double Park, in Rohtak, Haryana

Chief Justice makes an emotional plea for justice...

T S Thakur, the Chief Justice of India, made an emotional plea to the government, on Sunday, asking to upgrade the judicial infrastructure and start addressing the glaring problem of shortage of judges

સ્થાનિક હર્ટ્સમીઅર બરો કાઉન્સિલની પ્લાનિંગ કમિટીના આયોજકોએ લંડનમાં ઉત્તર એલ્ડનહામમાં ISKCON ભક્તિવેદાંત મેનોર ખાતે કોમ્યુનિટી હોલના નિર્માણ માટે સર્વાનુમતે સત્તાવાર પરવાનગી આપી છે. મંદિર દ્વારા બે માળના કોમ્યુનિટી બિલ્ડિંગ અથવા હવેલીના નિર્માણ તેમજ હાલની પોલી ટનેલ્સ, ગ્રીનહાઉસીસ અને પ્લેગ્રાઉન્ડને અન્યત્ર ખસેડવા અરજી કરી હતી. મંદિરના મેનેજિંગ ડિરેક્ટર ગૌરી દાસે કોમ્યુનિટી ફેસિલિટી માટે પરવાનગી મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

૭૦ બ્રિટિશ જેહાદી હુમલાની તૈયારીમાં

વિશ્વના સૌથી ક્રૂર અને કટ્ટરવાદી આતંકી સંગઠન આઈએસઆઈએસ માટે લડવા ગયેલા અને હવે દેશમાં પાછા આવી ગયેલા ૭૦ બ્રિટિશ જેહાદીઓ બ્રિટનમાં આતંકી હુમલો કરવા માટે ષડયંત્ર રચી રહ્યા હોવાની ચોંકાવનારા અહેવાલ છે. બ્રિટનના એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા સ્કોટ વિલ્સને આ ચેતવણી આપતા સમગ્ર બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે. 

‘અમે તમારા ઘરે દીકરી જોવા ન આવ્યા હોત તો પણ ચાલત...’
વલસાડથી વાપીમાં વિજયભાઈના ઘરે દીકરી જોવા આવેલા હિંમતભાઈ શાહે કહ્યું અને સાંભળનાર યજમાન પરિવારના સહુને થયું કે આપણી દીકરી એમને પસંદ નથી કે શું?

જયદીપ પટેલે ચપ્પુના ઘા ઝીંકી દાદીનો જીવ લીધો

મહાનગર ન્યૂ જર્સીના નોર્થ બર્ગેનમાં રહેતા ૨૬ વર્ષના જયદીપ પટેલ નામના યુવાને ચપ્પાના ઘા ઝીંકીને તેના દાદીમાની હત્યા કરી નાખતા ભારતીય સમુદાયમાં અરેરાટી પ્રસરી ગઇ છે. 

એક ભૂલ ને કંપની થઇ ગુલ...

બ્રિટનમાં હાથનાં કર્યાં, હૈયે વાગ્યાં કહેવતનો યથાર્થ પુરવાર થતી જોવા મળી છે. એક વ્યક્તિને કમ્પ્યૂટરનાં સર્વરમાં એન્ટર કરેલા ખોટા કોડની ભારે મોટી કિંમત ચૂકવવી પડી છે. આ ભૂલથી તેની કંપનીનું તો નામોનિશાન મટી જ ગયું, પણ આ ભૂલની કિંમત તેના ક્લાયન્ટસે પણ ચૂકવવી પડી છે. 
માર્કો માર્સલાએ સર્વરમાં ખોટો કોડ નાખી દેતાં તેની કંપની સહિત તમામ કલાયન્ટ્સની વેબસાઇટ નષ્ટ થઈ ગઈ છે. માર્કો એક વેબ હોસ્ટિંગ કંપની ચલાવતો હતો. તેની કંપની પાસે ૧૫૩૫ ગ્રાહકો હતા. ધમધોકાર કામકાજ ચાલતું હતું. માર્કો તેના ક્લાયન્ટ્સ અને તેમનાં સર્વરોની દેખરેખ કરી રહ્યો હતો, જેના પર ક્લાયન્ટ્સની ફાઇલો સુરક્ષિત રહેતી હતી.