ભારતમાં બિઝનેસ કરવા સરકારમાં લાગવગ હોવી જરૂરી: યુએસ ગવર્નર 02/06/2016 3:28 am Khushali Dave વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર દેશમાં વધુમાં વધુ એફડીઆઇ રોકાણ ઇચ્છી રહી છે તેવામાં રિપબ્લિકન પાર્ટીના ઊગતા સિતારા અને સાઉથ કેરોલિનાના ગવર્નર નિક્કી હાલેએ ૨૭મી મેએ જણાવ્યું હતું કે ભારતમાં કોઇ વિદેશી કંપની ત્યારે જ બિઝનેસ કરી શકે કે જ્યારે શક્તિશાળી સરકારી સિસ્ટમ્સ પાસેથી મંજૂરી અપાવી શકે તેવું ભારતમાં કોઇ ઓળખીતું હોય.
હ્યુસ્ટનમાં ગોળીબારઃ બેનાં મોત, છને ઇજા 02/06/2016 3:31 am Khushali Dave એક બંદૂકધારીએ વિના કારણે ગોળીબાર કરીને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ ગોળીબારમાં છ જણા ઘાયલ થઈ ગયા છે. પોલીસનાં વળતા ગોળીબારમાં આરોપી બંદૂકધારી પણ માર્યા ગયો હતો.
ચંદનચોરની ચર્ચાસ્પદ ફિલ્મઃ વીરપ્પન 01/06/2016 6:39 am Mukesh Patel બોલિવૂડમાં ફિલ્મોની ફેક્ટરીના માલિક ગણાતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ ઘણા વખતે કોઈ ફિલ્મ બનાવી છે. જોકે તેમની પાછલી ઘણી ફિલ્મોની જેમ જ આ ફિલ્મ ‘વીરપ્પન’ પણ ચર્ચાના ચકડોળમાં ચકરાવા ખાઈને પછી સિનેમાગૃહોમાં પડી છે. આ ફિલ્મના કેટલાક દૃશ્યોને લઈને ચંદનચોર વીરપ્પનના પરિવારને વાંધો હતો તેથી કાનૂની પરવાનગી પછી ફિલ્મ મોડી રિલીઝ કરાઈ છે.
મોદીની મુલાકાત વખતે સંરક્ષણ કરારો કરવા તત્પર અમેરિકા 02/06/2016 3:48 am Khushali Dave વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાત વેળાએ મહત્ત્વના સૈન્ય કરારો અંગે આશાવાદી છે. સંરક્ષણ અંગેના કેટલાક પાયાના કરારો કરાય તેમ ભારત ઈચ્છે છે. વડા પ્રધાન મોદી ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાતે જવાના છે. અમેરિકન કોંગ્રેસની સાથેની નીતિ વિષયક ચર્ચામાં ભાગ લેતા અમેરિકાના વિદેશ વિભાગના દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોના પ્રધાન નિશા દેસાઈ બિસ્વાલે કહ્યું હતું કે, આપણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાત સમયે કેટલાક પાયાના કરારો થશે તેવી આશા સેવીએ છીએ. તે ઉપરાંત અન્ય કેટલીક બાબતો હાથ પર લઇ શકાય તે મુદ્દે આપણે આશાવાદી છીએ.
નેશનલ જિયોગ્રાફિક બી સ્પર્ધામાં ઋષિ નાયર વિજયી બન્યો 02/06/2016 3:39 am Khushali Dave ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી ૧૨ વર્ષીય ઋષિ નાયરે ૫૦૦૦૦ ડોલરની (અંદાજે ~ ૩૩.૫ લાખથી વધુ) નેશનલ જિયોગ્રાફિક બી સ્પર્ધા જીતી લીધી છે. આ સાથે જ આ સ્પર્ધામાં ટોચના ત્રણ સ્થાનો પર ભારતીય મૂળના સ્પર્ધકોનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. ફ્લોરિડાના રહેવાસી ઋષિ નાયરે ૨૮મી વાર્ષિક નેશનલ જિયોગ્રાફિક બી સ્પર્ધામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.