કન્સ્ટ્રકશન ઓફ સ્વિત્ઝર્લેન્ડઃ વિશ્વની સૌથી લાંબી રેલ ટનલ ખુલ્લી મૂકાઇ 02/06/2016 4:28 am Nilesh Parmar સ્વિત્ઝર્લેન્ડમાં વિશ્વની સૌથી મોટી અને લાંબી રેલવે ટનલ ખુલ્લી મૂકાઇ છે. આ યોજનાની ડિઝાઇન ૭૦ વર્ષ પૂર્વે તૈયાર થઇ હતી, જે પહેલી જૂને વાસ્તવમાં સાકાર થઇ છે. ૫૭ કિલોમીટર લાંબી આ ગોથાર્ડ બેઝ ટનલ સ્વિત્ઝર્લેન્ડના સેન્ટ્રલ કેન્ટન (પ્રાંત) ઉરીના ઇસ્ટફિલ્ડથી શરૂ થઈને સાઉથ કેન્ટન ટિસિનોના બોડિયો સુધી પહોંચે છે. યુરોપના ઉત્તર અને દક્ષિણ ભાગને જોડતી આ ટનલના ગ્રાન્ડ ઓપનિંગ પ્રસંગે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ફ્રાન્સના પ્રેસિડેન્ટ ફ્રાન્કવા ઓલાન્દ અને ઇટલીના વડા પ્રધાન માતેઓ રેન્જી ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ પ્રોજેક્ટને સ્વિત્ઝર્લેન્ડે કન્સ્ટ્રક્શન ઓફ કન્ટ્રી એટલે કે દેશનું સર્વોત્તમ નિર્માણ ગણાવ્યું છે. અત્યાર સુધી આલ્પ્સની દુર્ગમ પર્વતમાળામાં માલસામાન હેરફેર ખૂબ અઘરી હતી, જે આ ટનલને કારણે આસાન બનશે. આ ટનલના બંને ટ્રેકમાંથી દરરોજ ૨૬૦ ગુડ્સ ટ્રેન અને ૬૫ પેસેન્જર ટ્રેન પસાર થશે.
કોમેડિયન રઝાક ખાનનું નિધન 02/06/2016 6:04 am Khushali Dave કોમેડિયન રઝાક ખાન આ દુનિયામાં નથી રહ્યા. ગોલ્ડન ભાઈ નામથી જાણીતા રઝાક ખાનને ૩૦મીમેએ હાર્ટ એટેક આવ્યો હતો. તેમના મિત્ર અને અભિનેતા શહેઝાદ ખાને સોશ્યલ મીડિયા પર એક ફોટો શેક કરતાં લખ્યું હતું કે કાર્ડિયાક એરેસ્ટના કારણે મેં મારા મોટાભાઈ રઝાક ખાનને ગુમાવ્યો છે. સૌ તેમના માટે પ્રાર્થના કરો.