Advanced search


jafri1

jafri1

sonia

sonia

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં...

વર્ષ ૨૦૦૨ના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો ચુકાદો જાહેર કરતાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ૬૬માંથી ૨૪ આરોપીને કસૂરવાર ઠરાવ્યા છે. જ્યારે એક પોલીસ અધિકારી સહિત ૩૬ને છોડી મૂકવા આદેશ આપ્યો છે. દોષિત આરોપીઓમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા અતુલ વૈદ્યનો પણ સમાવેશ થાય છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે ગુલબર્ગા સોસાયટીમાં થયેલો સામૂહિક હત્યાકાંડ પૂર્વઆયોજિત નહોતો, પણ સ્વયંભૂ થયેલો હુમલો હતો. ૨૪ કસૂરવારોમાંથી ૧૧ને હત્યા માટે દોષિત ઠરાવાયા છે, જ્યારે ૧૩ને અન્ય કેસમાં દોષિત ઠરાવાયા છે. કોર્ટ છઠ્ઠી જૂને આરોપીઓને સજા સંભળાવશે.

વાડરાની સંપત્તિ મુદ્દે સંજય ભ

લંડનમાં રોબર્ટ વાડરાના કથિત બેનામી ઘર અંગે એન્ફોર્સમેન્ડ ડાયરેક્ટરેટ (ઈડી)એ હથિયારોના સોદાગર સંજય ભંડારીને નોટિસ મોકલી છે. તેમાં ભંડારી પાસેથી તેમની સંપત્તિ અને બેંક ખાતાની વિગતો માગી છે. આ મામલે આવકવેરા વિભાગે પણ કેટલાક દેશો પાસેથી ભંડારી દ્વારા ખરીદાયેલી સંપત્તિની વિગતો માંગી છે. તેમાંથી એક મકાન છે જે ભંડારીએ કથિતપણે ખરીદીને વાડરાને આપ્યું હતું.

robert vadra

robert vadra

બિહારમાં પોલિટીકલ સાયન્સમાં

બિહારની શાળાઓમાં મોટા પાયે ચાલી રહેલી ગેરરીતિઓ સામે આવી છે. હાલમાં જ બિહાર બોર્ડના પરિણામો જાહેર થયા હતા, જેમાં ૧૨ ધોરણની આર્ટ્સની ફેકલ્ટીમાં રૂબી રોય અને સાયન્સ ફેકલ્ટીમાં સૌરભ શ્રેષ્ઠ નામના વિદ્યાર્થીઓ ટોપર બન્યા હતા. આ ટોપરોને એક્ટિવ ઈન્ટરવ્યૂમાં પોતાના વિષયો સંબંધિત સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ સવાલો સાચો જવાબ આ ટોપર્સ આપી શક્યા નહોતા! આર્ટ્સની ટોપર રૂબીને તો કેટલા માર્કસની પરીક્ષા લેવામાં આવી હતી તેની પણ જાણકારી નહોતી.

ટ્રિપલ તલાક પ્રથા રદ્દ કરવા ૫૦...

મુસ્લિમ પુરુષો ત્રણ વાર તલાક કહે એટલે તલાક માન્ય થઈ જાય તે નિયમની વિરુદ્ધ દેશની મુસ્લિમ મહિલાઓનો ભારે રોષ ભડક્યો છે. ટ્રિપલ તલાક પર પ્રતિબંધની માગણી કરતી અરજી પર પચાસ હજારથી વધુ મુસ્લિમોએ હસ્તાક્ષર કરી નાંખ્યા છે. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને આ અરજી કરી છે અને આ ‘બિનકુરાન પ્રથા’ ખતમ કરવા મહિલાઓના રાષ્ટ્રીય પંચના હસ્તક્ષેપની માગણી કરી છે.

Rubi-rai-bihar-topper

Rubi-rai-bihar-topper