ભારતીય-અમેરિકને પ્રોફેસરને ઠાર મારી આત્મહત્યા કરી 03/06/2016 5:56 am Nilesh Parmar લોસ એન્જલસની કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ક્લગની ગોળી મારીને હત્યા કરનારો ગનમેન પૂર્વ ડોક્ટરલ સ્ટુડન્ટ ભારતીય-અમેરિકન મૈકન સરકાર હોવાનું જાહેર થયું છે. પ્રોફેસરે પોતાના કમ્પ્યુટર કોડ ચોરીને બીજા કોઈને આપી દીધા હોવાની આશંકાથી સરકારે તેમને ઠાર માર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પ્રોફેસરની ગોળી માર્યા બાદ સરકારે પોતાની જાત પર જ ગોળી છોડીને આત્મહત્યા કરી લીધી હતી.
યોકોવિચની પ્રાઇસ મનીનો આંકડો ૧૦ કરોડ ડોલર થયો 02/06/2016 8:39 am Nilesh Parmar સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાન યોકોવિચે પ્રાઇસ મની જીતવાનો વિક્રમ સર્જ્યો છે. ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવાની સાથે જ તેણે પ્રાઇસ મની તરીકે કરેલી કમાણીનો આંકડો ૧૦ કરોડ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. માત્ર પ્રાઇઝ મની તરીકે આટલી મોટી રકમ જીતનારો તે ટેનિસ ઇતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭ઃ ભારતની પહેલી ટક્કર પાકિસ્તાન સામે 02/06/2016 8:52 am Nilesh Parmar ઈંગ્લેન્ડમાં આવતા વર્ષે ૨૦૧૭માં રમાનારી ચેમ્પિયન ટ્રોફી વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતનો પહેલો મુકાબલો ચોથી જૂને પરંપરાગત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા તથા સાઉથ આફ્રિકા સાથે ગ્રૂપ-બીમાં સ્થાન મળ્યું છે. આ ટૂર્નામેન્ટ પહેલી જૂનથી ૧૮ જૂન, ૨૦૧૭ સુધી રમાશે.
બ્રિટનની બે સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમર રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય 02/06/2016 8:43 am Nilesh Parmar ગ્રેટ બ્રિટનની સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમર ઓલિવિયા ફેડરિકી અને કેટી ક્લાર્કે રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.
મથુરામાં હિંસક તોફાનઃ બે પોલીસ અધિકારી સહિત ૨૪નાં મોત 03/06/2016 6:58 am Nilesh Parmar કૃષ્ણનગરી મથુરા હિંસાની આગમાં લપેટાયું છે. જવાહર બાગમાં બે વર્ષથી ધરણાં-પ્રદર્શન પર બેઠેલા આંદોલનકારીઓએ કરેલા ગેરકાયદે દબાણને હટાવવા ગયેલી પોલીસ ટીમ પર તોફાની ટોળાએ હિંસક હુમલો કરતાં બે પોલીસ અધિકારી સહિત ૨૪નાં મૃત્યુ થયાં છે જ્યારે અનેક પોલીસકર્મીને ઇજા થઇ છે. તોફાનીઓએ કરેલા ગોળીબાર અને પથ્થરમારાનો ભોગ બનેલા અધિકારીઓમાં સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) મુકુલ ત્રિવેદી અને પોલીસ સ્ટેશન ઓફિસર (એસઓ) સંતોષ કુમાર યાદવનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓ પાસેથી જંગી માત્રામાં શસ્ત્રો-દારૂગોળો જપ્ત કરાયા છે. આઝાદ ભારત વિધિક વૈચારિક સત્યાગ્રહી નામના સંગઠનના કાર્યકરો બાબા જય ગુરુદેવના વારસા પર કબજો જમાવવાના ઇરાદે ૧૧ જાન્યુઆરી, ૨૦૧૪થી અટપટી માગણીઓ સાથે જાહેર બગીચામાં અડીંગો જમાવીને બેઠા છે. આ આંદોલનકારીઓને ખદેડવાના પ્રયાસ દરમિયાન આ હિંસા ફાટી નીકળી હતી.