યુકેમાં વિદેશીઓને આવકારવામાં બેલફાસ્ટ અને યુરોપમાં ક્લુજ પ્રથમ 06/06/2016 10:54 am Achyut Sanghavi બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે અને ૨૩ જૂને જનમત પણ લેવાવાનો છે, જેમાં ઈમિગ્રેશન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે. આ સંજોગોમાં લોકો વિદેશથી અહીં વસવાટ કરવા આવનારા વિશે ખરેખર શું માને છે તેનો એક સર્વે બહાર આવ્યો છે. મોટા શહેરોમાં વિદેશીઓ પ્રત્યે કેવો અભિગમ રહે છે તે જોવાં યુરોપિયન યુનિયન દ્વારા દર ત્રણ વર્ષે સર્વે કરાય છે. ગત ઉનાળામાં યુરોપના ૭૯ શહેરોમાં તાજા સર્વે અનુસાર બેલફાસ્ટના ૮૩ ટકા લોકોએ વિદેશીઓની હાજરી તેમના શહેર માટે સારી ગણાવી હતી. આની સરખામણીએ લંડન (૭૯ ટકા), ગ્લાસગો (૭૬ ટકા), માન્ચેસ્ટર (૭૪ ટકા), કાર્ડિફ (૭૩ ટકા) અને ન્યૂકેસલમાં (૭૧ ટકા) લોકોએ વિદેશીઓની હાજરીને તેમના શહેર માટે સારી ગણાવી હતી.