ગુલબર્ગઃ ‘કાવતરુ’ ગણવાનો પરપોટો ફૂટી ગયો! 07/06/2016 7:30 am Nilesh Parmar પુરુષોત્તમ રૂપાલા જેવા કર્મઠ, શિક્ષિત અને નિષ્ઠાવાન નેતાને રાજ્યસભામાં મોકલાયા તે અભિનંદનીય છે. ગુજરાતમાંથી અગાઉ રાજ્યસભામાં મોકલાયેલા તમામ એકસરખી ગુણવત્તા ધરાવતા હતા તેવો દાવો ખુદ ભાજપ-કોંગ્રેસ પણ નહીં કરે. રાજ્યસભા એ અભ્યાસી વરિષ્ઠોનો મંચ છે કે ઇંગ્લેન્ડના ‘હાઉસ ઓફ લોર્ડ’નું મોડેલ છે એવું માનનારા બંધારણવિદો આજે જો હયાત હોય તો માથે હાથ મૂકીને રડે તેવા ‘સાંસદો’ દિલ્હી પહોંચ્યા છે.