ઉત્તર ગુજરાતના મૌલિક પટેલની લૂઈ વિલેમાં હત્યા 08/06/2016 7:12 am Mukesh Patel મહેસાણા તાલુકાના અંબાસણથી સ્ટુડન્ટ વીઝા પર અમેરિકા ગયેલા ૨૧ વર્ષના યુવાનને સ્થાનિક અશ્વેત યુવાને ઠાર મારતાં વતનમાં શોકની કાલિમાં છવાઈ ગઈ છે. મોટી બહેન જૈમિની અને મૃતક યુવાન મૌલિક બંને સ્ટુડન્ટ વીઝા પર દોઢ વર્ષ અગાઉ જ અમેરિકા ગયાં હતાં અને કેન્ટકી સ્ટેટના લુઈ વિલે શહેરમાં રહેતા હતાં. મૌલિક અભ્યાસના ખર્ચને પહોંચી વળવા પાર્ટ ટાઇમ જોબ કરતો હતો.
સવજીભાઇના માથે ૬૨ ફૂટ લાંબા વાળ છે! 08/06/2016 7:09 am Mukesh Patel આધુનિક માનુનીઓ ભલે માથું ઓળવાની ઝાઝી લપ્પનછપ્પનથી બચવા માટે બોબ્ડ હેર કરાવીને રાજી થતી હોય, પણ સવજીભાઇની વાત અલગ છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરસવા ગામના ૬૦ વર્ષના સવજીભાઇ લાલસિંગ રાઠવાના વાળ ૬૨ ફૂટ લાંબા છે. આટલા લાંબા વાળ ધોવા માટે તેમને ૩ કલાક જેટલો સમય લાગે છે. સવજીભાઇના વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતા હોવાની શક્યતા છે.
સૌથી મોંઘો સ્માર્ટફોન કિંમત £ ૧૦,૦૦૦ 08/06/2016 7:14 am Mukesh Patel મહાનગરમાં વિશ્વનો સૌથી મોંઘો સ્માર્ટફોન લોન્ચ કરાયો છે. તેની કિંમત આશરે ૧૦ હજાર પાઉન્ડ છે. ઈઝરાયલની કંપની સિરિન લેબ્સે તૈયાર કરેલા આ સ્માર્ટફોનમાં દુનિયાભરમાંથી મંગાવાયેલા શ્રેષ્ઠતમ પાર્ટ્સનો ઉપયોગ કરાયો છે. કંપનીનો દાવો છે કે, દુનિયામાં સાયબર હુમલાનું જોખમ સતત વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ ફોન બનાવવામાં આવ્યો છે. આ ફોનની જાસૂસી પણ નહીં થઈ શકે કે સાઈબર હુમલો પણ નહીં થઈ શકે.
પાકિસ્તાન ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસઃ ટેસ્ટ ટીમમાં આમેરને પણ સ્થાન 08/06/2016 7:05 am Mukesh Patel વર્ષ ૨૦૧૦માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગ કરનારા મોહમ્મદ આમેરને પાકિસ્તાને ચાલુ વર્ષે યોજાનારા ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. આમેર પર ૨૦૧૦માં સ્પોટ ફિક્સિંગનો કેસ ચાલ્યો હતો. તેણે પાંચ વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ ગયા સપ્ટેમ્બરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે.
Briton quits Everest attempt to save woman 08/06/2016 7:21 am Mitul Paniker Not all superheroes wear capes. Leslie John Binns, a British ex-serviceman abandoned his quest mere 450 metres away from the summit of the mighty Mount Everest, in a bid to save a fellow mountaineer.
Boxer Amir Khan spends £100,000 on daughter's birthday party 06/06/2016 11:12 am Urja Patel The daughter of boxer Amir Khan was treated to a £100,000 birthday party to celebrate her second birthday.
Restrictions on passports on Lankans lifted 08/06/2016 7:23 am Mitul Paniker The Sri Lankan government issued a circular last week, announcing an end to the restrictive practice of preventing the issuance of passports to Sri Lankan citizens residing abroad, who were compelled to leave Sri Lanka due to political persecution.
હેરાતમાં અફઘાન-ઇંડિયા ફ્રેન્ડશિપ ડેમનું લોકાર્પણ 08/06/2016 6:38 am Mukesh Patel વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં શનિવારે અફઘાનિસ્તાન પહોંચ્યા હતા. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં વડા પ્રધાન મોદી અને અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ એક સમારંભમાં હેરાત પ્રાંતમાં સલમા ડેમનું સહિયારુ લોકાર્પણ કર્યું હતું.
કાળું નાણું ભારત પરત લાવવા સ્વિત્ઝર્લેન્ડ સાથે સહયોગ 08/06/2016 6:36 am Mukesh Patel ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં સ્થાન મેળવવાના ભારતના રાજદ્વારી પ્રયાસોને વેગ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સ્વિત્ઝર્લેન્ડનું મહત્ત્વનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા હતા. તો સાથોસાથ વિદેશમાં ધરબાયેલાં કાળા નાણાં સ્વદેશ પરત લાવવાની દિશામાં મહત્ત્વની સફળતા હાંસલ કરતાં ભારત અને સ્વિત્ઝર્લેન્ડ સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાયેલું કાળું નાણું શોધી કાઢવામાં સહકાર વધારવા પણ સંમત થયા છે.
ભારત-કતારઃ આતંકવાદ અને હવાલાકૌભાંડ નાથવા સાત કરાર 08/06/2016 6:34 am Mukesh Patel ભારતીય વડા પ્રધાનની બે દિવસની કતાર મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્વના કરારો થયા છે. જેમાં હવાલા ટ્રાન્ઝેક્શન્સ અને ટેરર ફાઇનાન્સિંગ પર બન્ને દેશો વચ્ચે સંયુક્ત કમિટી રચવાનો પણ સમાવેશ થાય છે. આ દ્વિપક્ષીય કરારો બાદ બન્ને દેશની ગુપ્તચર એજન્સીઓ એકબીજાના સંપર્કમાં રહેશે અને આતંકીઓની ગતિવિધી પર નજર રાખશે. ખાસ કરીને આતંકીઓને કેટલાક દેશોમાં આંતરિક તત્વો જ ભંડોળ પૂરું પાડતા હોય છે, જેના પર પણ હવે ચાંપતી નજર શક્ય બનશે.