લોઢા રિપોર્ટ સામે લાચાર હોવાથી રાજીનામું આપ્યુંઃ શશાંક મનોહરનો ખુલાસો 12/05/2016 4:25 am Achyut Sanghavi ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ શશાંક મનોહરે ખુલાસો કર્યો છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન બનવા માટે મેં ભારતીય બોર્ડના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું નથી. મનોહરે પોતાના રાજીનામાના સાચા કારણની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, મને લાગે છે કે જસ્ટીસ લોઢા સમિતિના રિપોર્ટમાં કરાયેલી કેટલીક ભલામણો ભારતીય ક્રિકેટ બોર્ડના હિતમાં નથી. પ્રવર્તમાન પરિસ્થિતિમાં હું કંઈ પણ કરી શકું તેમ નથી. આ સંજોગોમાં મારો અંતરાત્મા મને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળવાની ના પાડી રહ્યો હતો અને આ જ કારણથી મેં રાજીનામું આપ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર લગેજ લોડર્સ દ્વારા બે ગણા પૈસાની વસૂલાત 12/05/2016 6:05 am Khushali Dave અમદાવાદના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર મૂળ દિલ્હીની સપ્તગીરી કંપનીની સ્વાગત સર્વિસ દ્વારા એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને લગેજ ટ્રોલી સહિત અન્ય સર્વિસ પૂરી પાડવાની સિસ્ટમ થોડા સમય પહેલાં શરૂ થઈ છે. સત્તાવાર જાહેરાત મુજબ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લગેજ એરલાઇનના કાઉન્ટર સુધી મૂકવાના સર્વિસ પેટે પ્રવાસી દીઠ રૂ. ૩૦૦ અને ડોમેસ્ટિકમાં રૂ. ૧૦૦ ચાર્જ છે. જ્યારે હકીકતે લોડર્સ દ્વારા પ્રવાસીઓ પાસેથી ૬૦૦ રૂપિયા સુધીની રકમ વસૂલાઈ રહી છે.
હું જેલમાં દાળમાંથી માખી કાઢીને દાળ પીતો હતોઃ સંજય દત્ત 12/05/2016 6:16 am Khushali Dave ગેરકાયદેસર હથિયારો રાખવા પ્રકરણે સજા ભોગવીને બહાર આવેલા અભિનેતા સંજય દત્તે ફરીથી તેના જેલના દિવસોની યાદ તાજી કરી હતી. તેણે કહ્યું છે કે, વાળ હોય કે કપડાં હોય જેલમાં બધી જ જગ્યાઓએ માખીઓનો બણબણાટ હતો. કેટલીય વાર દાળમાં માખી પડેલી હોય ત્યારે તે માખી કાઢીને પછી દાળ પી જતો હતો. એક વાર સાથેના કેદીએ પૂછયું હતું કે, દાળ શા માટે પીતો હતો ત્યારે મેં કહ્યું હતું કે તેમાં પ્રોટીન હોય છે.
અમિતાભ પરના કેબીસીના ટેક્સ કેસની ફેરચકાસણી કરોઃ સુપ્રીમ 12/05/2016 6:14 am Khushali Dave મહાનાયક અમિતાભ બચ્ચને ટેલિવિઝન પર પ્રસારિત થયેલા લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી)માં થયેલી કમાણીના ૨૦૦૧ના આવકવેરાના વિવાદમાં બોમ્બ હાઈ કોર્ટે આપેલી રાહતને સુપ્રીમમાં પડકારતી આવકવેરા વિભાગની અરજીમાં સુપ્રીમ કોર્ટે બિગ બી સામે કેસ ફરી શરૂ કરવાની છૂટ આપી હતી.
'YES WE KHAN' 10/05/2016 9:15 am Rupanjana Dutta As the clock struck midnight, in the early hours of Saturday 7 May 2016, history was made in the Western world, as London chose its first ever British Muslim and Asian Labour candidate, Sadiq Khan to become the new Mayor of this city. He emphatically beat his Tory rival Zac Goldsmith, whose campaign was criticised by many as inauthentic and divisive.