Advanced search


કાઉન્સિલર રેખા શાહ, હેરોના નવા...

હેરોના વર્તમાન ડેપ્યુટી મેયર કાઉન્સિલર રેખા શાહ આગામી પ્રથમ નાગરિક બનશે અને ૧૯મી મેએ મેયરનો વિધિવત હોદ્દો સંભાળશે. હેરો કાઉન્સિલના ઉત્સાહી અને નિષ્ઠાવાન સભ્ય તરીકે રેખા શાહે ડેપ્યુટી મેયરના પદે એક વર્ષ ફરજ બજાવી છે. આ સમયગાળા દરમિયાન તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરવાનું તેમને ગૌરવ છે. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે તમે મેયર બનો અને સૌને તમારી પાસેથી અપેક્ષા હોય ત્યારે તમારે શ્રેષ્ઠ કામગીરી બજાવવી જોઈએ તે અતિ મહત્ત્વનું છે.

ડો. કુરેશી સાથે વિશ્વની સૌથી મ

હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (HCI-LSE)ના સહિયારા સાહસ ‘100-Foot Journey Club’ના નેજા હેઠળ ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીઓ’ વિશે ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસ.વાય. કુરેશી સાથે ઈન્ડિયા હાઉસમાં ચર્ચાનું આયોજન કર્યું હતું. વાર્તાલાપમાં LSEના ડિરેક્ટર ડો.મુકુલિકા બેનરજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ચાર વર્ષમાં માત્ર ૭૩ ઈયુ કેદીન...

કેદીઓ માટે ટ્રાન્સફર સમજૂતી અમલી બન્યા બાદ યુકેની જેલોમાંથી દર મહિને બે કરતા પણ ઓછા ઈયુ કેદીને દેશનિકાલ કરાય છે. ઈયુ ગુનેગારોથી જેલો ભરાઈ જવાની સમસ્યાના ઉકેલ માટે હસ્તક્ષેપની ડેવિડ કેમરનની પ્રતિજ્ઞા છતાં છેલ્લા ચાર વર્ષમાં માત્ર ૭૩ કેદીને જ તેમના દેશ પરત મોકલાયા છે. દેશની જેલોમાં હાલ ૪,૧૭૧ ઈયુ ગુનેગાર છે, તેમની પાછળ દર વર્ષે ટેક્સપેયર્સના ૧૬૯ મિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે.

ઈસ્લામિક ઉગ્રવાદી જુનૈદ ખાનન

બ્રિટિશ ISIS ફાઈટરની મદદથી યુકેના હવાઈથાણામાં કાર્યરત અમેરિકી સૈનિકો પર લી રિગ્બી સ્ટાઈલના હુમલા માટે કાવતરું ઘડનારા ઈસ્લામિક ઉગ્રવાદી જુનૈદ ખાનને કિંગ્સટન ક્રાઉન કોર્ટે આજીવન કારાવાસની સજા કરી હતી, જેમાં ઓછામાં ઓછાં ૧૨ વર્ષ માટે જેલમાં રહેવું પડશે. તેના કાકા શાઝીબ ખાનને પણ ત્રાસવાદ સંબંધિત અન્ય ગુનામાં કુલ ૧૩ વર્ષની સજા ફરમાવાઈ હતી.

Cllr Rekha Shah, Harrow’s New Mayor

Cllr Rekha Shah, Harrow’s New Mayor

European Criminals-1

European Criminals-1

Dr. S Y Quraishi-1

Dr. S Y Quraishi-1

KHAN Shazib

KHAN Shazib

KHAN Junead

KHAN Junead

ટ્રેન્ડી છે, મિસ મેચ પગરખા...

હાલમાં ત્રીજી મેના દિવસે વિશ્વભરમાં લોકોએ ટુ ડિફરન્ટ કલર્ડ શૂઝ ડે ઉજવ્યો હતો. આ દિવસની શરૂઆત ડો. આર્લિન કેસર નામની મહિલાએ કરી છે. એક જ જેવી ડિઝાઈનના શૂઝ બંને પગમાં પહેરવામાંથી લોકોને મુક્તિ આપવા માટે ડો. કેસરે ટુ ડિફરન્ટ કલર્ડ શૂઝ ડે મનાવવાની શરૂઆત કરી હતી. તેમનું માનવું હતું કે, આ દિવસે વ્યક્તિ થોડીક અલગ રીતે રજૂ થાય તો દિવસ કંઈક હટકે પસાર થાય. મનુષ્યમાં રહેલી અનન્યતાની ઉજવણી કરે એવો તેમનો આ ઉજવણી પાછળનો આશય હતો. ૨૦૦૯માં તેમણે આ દિવસ શરૂ કર્યો હતો, પણ તેઓ તો છેક ૮૦ના દાયકાથી મિસ મેચ શૂઝ પહેરતાં આવ્યાં હતાં.