Advanced search


English University Graduates

English University Graduates

Week commencing 20/05/16

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા-સોનમ-મલ્લિકાના જલવા

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સેલિબ્રિટીઝની હાજરી હંમેશાં ઊડીને આંખે વળગે છે. ઐશ્વર્યા રાય અને મલ્લિકા શેરાવત પછી ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર સોનમ કપૂરે કાન્સમાં છઠ્ઠી વખત હાજરી આપી છે. ૧૬મી મેએ કાન્સમાં ૩૦ વર્ષની સોનમ કપૂરે વ્હાઇટ કેપેડ અને એમ્બ્રોઇડરીવાળો ગાઉન પહેર્યો હતો અને સૌનાં મન મોહી લીધાં હતાં.

પ્રીતિ ઝિન્ટાના રિસેપ્શનમાં સલમાન ગર્લફ્રેન્ડ લૂલિયા સાથે દેખાયો

બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા બાદ ૧૪મી મેએ રાત્રે મિત્રોને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં સલમાન ખાન પોતાની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરની સાથે દેખાયો હતો અને પૂર્વપ્રેમિકા ઐશ્વર્યા રાયના સ્ટાર હસબન્ડ અભિષેક બચ્ચન સાથે સલ્લુએ લૂલિયાની ઓળખાણ પણ કરાવી હતી.

Godhra kand

Godhra kand

Bomb accused

Bomb accused

Mohammed Rehman and his wife Sana Ahmed Khan

ગોધરાકાંડનો મુખ્ય આરોપી ફારુખ

ગુજરાત પોલીસે ગોધરામાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-૬ને આગ ચાંપવાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય આરોપી ફારુખ ભાણાને ઝડપી લીધાનો દાવો કર્યો છે. ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા હિમાંશુ શુક્લને ટાંકીને સ્થાનિક અહેવાલમાં જણાવાયું હતું કે ફારુખ ભાણા ગોધરાકાંડનો મુખ્ય આરોપી છે. ટ્રેનમાં આગ ચાંપવા માટે ફારુખે પેટ્રોલ બોમ્બની વ્યવસ્થા કરી હતી અને ષડયંત્ર પાર પાડ્યા બાદ તે નાસી ગયો હતો. સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચને સળગાવી દેવાની ઘટનામાં ૫૮ લોકો માર્યા ગયા હતા. આમાંના મોટા ભાગના અયોધ્યામાં કારસેવામાં ભાગ લઇને વતન પરત ફરી રહ્યા હતા. આ ઘટના પછી ગુજરાતમાં હિંસક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં - સરકારી આંકડા અનુસાર - ઓછામાં ઓછા એક હજાર લોકો માર્યા ગયા હતા. 

 તળપદના સાબિરમિયાં કાઝી સાઉદી અરબના અલ ખોબર શહેરમાં અલસાદ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરવા માટે ગયા હતા, પરંતુ આઠેક માસથી કંપનીની સ્થિતિ કંગાળ થતાં તેમાં કામ કરતા કર્મચારીઓને પગાર મળતો નથી.