Advanced search


એક બ્રાહ્મણનું મૃત્યુ થયું. તે સ્વર્ગની વેઇટિંગ લાઈનમાં ઊભા હતા. તેની આગળ એક કાળા ચશ્મા, જિન્સ, પહેરીને યુવક ઊભો હતો.
ધર્મરાજઃ કોણ છે તું?
યુવકઃ બસ ડ્રાઇવર છું.
ધર્મરાજઃ આ લે સોનાના તારની બનેલી શાલ અને અંદર આવીને ગોલ્ડન રૂમ લઈ લે.
ધર્મરાજ (બ્રાહ્મણને)ઃ કોણ છે તું?
બ્રાહ્મણઃ હું બ્રાહ્મણ છું અને ૪૦ વર્ષોથી લોકોને ભગવાનને વિશે કથા કરીને ધર્મજ્ઞાન આપતો હતો.
ધર્મરાજઃ લો આ સુતરાઉ વસ્ત્ર અને અંદર આવીને ઝૂંપડું લઈ લો.
બ્રાહ્મણઃ ભગવાન આ તો હળાહળ અન્યાય છે. બેફામ સ્પીડે ગાડી ભગાવનારને સોનાની શાલ અને જેનું પૂરું જીવન તમારા વિશે જ્ઞાન આપવામાં વિતાવ્યું એવા મને સુતરાઉ વસ્ત્ર અને ઝૂંપડું?
ધર્મરાજઃ બેટા, પરિણામનું ફળ છે આ તો. જ્યારે તું જ્ઞાન આપતો હતો ત્યારે મોટા ભાગના ભક્તો ઊંઘતા રહેતા હતા, પરંતુ જ્યારે આ બેફામ સ્પીડે ગાડી ચલાવતો ત્યારે લોકો દિલથી ભગવાનને યાદ કરતા હતા.

બ્રિટિશ ગ્રેજ્યુએટ્સના શિરે

યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સહિતના અંગ્રેજીભાષી દેશોની સરખામણીએ ઈંગ્લિશ યુનિવર્સિટીસના ગ્રેજ્યુએટ્સ અભ્યાસ પછી દેવાંના ડુંગર તળે દટાયેલા હોવાનું તારણ એક અભ્યાસના આધારે રજૂ થયું છે. સટન ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર, સૌથી ગરીબ બ્રિટિશ વિદ્યાર્થી તેનો ડિગ્રી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ૫૦ હજાર પાઉન્ડ સુધીના દેવાંમાં ડૂબેલો હોય છે. જોકે, અભ્યાસ પછીની કમાણી સાથે પરત ચૂકવણી સંકળાયેલી છે તેવી સરકારી લોન્સ મેળવતાં વિદ્યાર્થીઓને આ સુવિધાથી લાભ અવશ્ય મળે છે. 

લંડનમાં ખૂલશે દુનિયાનું પ્રથ

આજના ગળાકાપ સ્પર્ધાના યુગમાં ચર્ચામાં રહેવા માટે લોકો જાતભાતના ગતકડાં કરતાં હોય છે અને તેમાં પણ કમાણીની વાત હોય ત્યારે સમાચારોમાં ચમકતા રહેવું પણ જરૂરી છે. લંડનમાં આવતા મહિને એક રેસ્ટોરાં શરૂ થઇ રહ્યું છે, જેનો પ્રચાર નેકેડ રેસ્ટોરાં તરીકે થઇ રહ્યો છે. રેસ્ટોરાંમાં પ્રવેશની પાયાની શરત છે નિર્વસ્ત્ર થવાની. 'ધ બુનિયાદી' જેવું હિન્દી નામ ધરાવતા આ રેસ્ટોરાંની બીજી મહત્ત્વની વાત એ છે કે, સમરમાં શરૂ થઇ રહેલું રેસ્ટોરાં ફક્ત ત્રણ મહિના માટે જ ખુલી રહ્યું છે.

ચંદ્રકાન્ત શેઠને વિનોદ નિઓટિ

'ઊંડું જોયું, અઢળક જોયું, મનમાં જોયું, મબલખ જોયું.' કવિ ચંદ્રકાન્ત શેઠ શનિવારની સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં મબલખ સર્જન માટે રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે 'વિનોદ નિઓટિયા કાવ્યમુદ્રા એવોર્ડ ૨૦૧૬'થી સન્માનિત થયા હતા. 

ક્રિકેટર દીપક શોધનનું અમદાવાદમાં નિધન

ભારતના સૌથી વયોવૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દીપક શોધનનું ૧૬ મેના રોજ ૮૭ વર્ષની વયે તેમના અમદાવાદસ્થિત નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ કેન્સરથી પીડાતા હતા. ગયા વર્ષે દીપક શોધનને ફેફસામાં કેન્સર હોવાની જાણ થઈ હતી. શોધને ભારત તરફથી ૧૯૫૨થી ૧૯૫૩ દરમિયાન ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેમણે ૬૦.૩૩ની સરેરાશે ૧૮૧ રન બનાવ્યા હતા. આ ઇનિંગોમાં તેમની એક સદીનો પણ સમાવેશ થાય છે. દીપક શોધને કોલકતાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારનારા પહેલા ભારતીય બેટ્સમેન પણ છે. દીપક શોધનનો જન્મ ૧૮મી ઓક્ટોબર ૧૯૨૮ના રોજ અમદાવાદમા થયો હતો. તેમને ભારતીય ટીમ તરફથી ૨૫ વર્ષની ઉંમરે રમવાની તક મળી હતી.

હાર્ટ ડિસીઝ કે સ્ટ્રોકના દર્દીઓ પણ આરામથી સેક્સ માણી શકે છે

હાર્ટ સંબંધિત કોઈ પણ પ્રકારની તકલીફ થઈ હોય કે પછી સ્ટ્રોકનો હુમલો આવવાનું જોખમ વધારે હોય એવા દર્દીઓ સેક્સલાઇફ સારી રીતે માણી શકે કે નહીં એવો સવાલ ઘણાને થતો હશે. હાર્ટની તકલીફ ધરાવતા લોકો એવું માની બેસે છે કે હવે જો તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સક્રિય થશે તો હૃદયને વધુ જોર પડશે અને સેક્સ નુકસાનકારક બનશે. જોકે જર્મનીની એક યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એકદમ મધ્યમ કક્ષાની શારીરિક પ્રવૃત્તિ થતી હોય છે જે દાદરા ચડવા કે બ્રિસ્ક-વોકિંગ કરવા બરાબર હોય છે. 

માત્ર એક બ્લડ ટેસ્ટ તમારી બાયોલોજિકલ ઉંમર જણાવી દેશે

પોતાની વાસ્તવિક ઉંમર છુપાવતા લોકો, સેલીબ્રિટીસ અને ખાસ કરીને મહિલાઓ માટે એક ‘માઠા’ સમાચાર છે. સંશોધકોએ એક એવી ટેક્નિક વિકસિત કરી છે જેનાથી કોઈ પણ વ્યક્તિની બાયોલોજિકલ ઉંમર જાણી શકાય છે. માત્ર એક બ્લડ ટેસ્ટની મદદથી કોઈ પણ વ્યક્તિની બાયોલોજિકલ એજ એટલે કે વાસ્તવિક ઉંમર જાણી શકાશે. 

સોલ્ડ્રાને હરાવી વિજેન્દરનો વિજયી છગ્ગો

દિગ્ગજ ભારતીય બોકસર વિજેન્દર સિંહે જીતનો સિલસિલો જાળવી રાખતાં પોલેન્ડના બોક્સર આંદ્રેજ સોલ્ડ્રાને ધૂળ ચટાળી જીતનો છગ્ગો લગાવ્યો હતો. સોલ્ડ્રા પોતાની જાતને હોરર ગણાવતો હતો, પરંતુ આઠ રાઉન્ડના મુકાબલામાં વિજેન્દરના મુક્કા સામે સોલ્ડ્રા ત્રીજા રાઉન્ડમાં જ હારી ગયો હતો.
વિજેન્દર સિંહે જીત બાદ કહ્યું કે, જ્યારે હું રિંગમાં ઉતર્યો ત્યારે કોચે મને શાંત રહેવા અને ઉતાવળ ન કરવા જણાવ્યું હતું અને સોલ્ડ્રા મારી સામે આવ્યો ત્યારે મેં મારી ગેમ રમી હતી. મારા માટે દરેક ફાઇટ જરૂરી છે. આઠ રાઉન્ડની પ્રથમ ફાઇટ જીત્યો છું. જેને કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

શશાંક મનોહર આઈસીસીના પ્રથમ સ્વતંત્ર ચેરમેન

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષપદેથી વીતેલા સપ્તાહે રાજીનામું આપનાર શશાંક મનોહરની આઈસીસીના પ્રથમ સ્વતંત્ર ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઇ છે. આઈસીસી કાઉન્સિલે બોર્ડ દ્વારા પ્રસ્તાવિત બંધારણીય સુધારાને મંજૂરી આપ્યા બાદ ૫૮ વર્ષીય મનોહરની પસંદગી કરાઈ છે. મનોહરનો કાર્યકાળ બે વર્ષનો હશે અને તેઓનો કાર્યકાળ તાત્કાલિક અસરથી શરૂ થઈ જશે.