સંસ્થા સમાચાર 18/05/2016 11:00 am Vikram Nayak • નારાયણ સેવા સંસ્થાન, ઉદયપુર દ્વારા પૂ. વિપુલ કૃષ્ણજી શાસ્ત્રીના મુખેથી શ્રીમદ ભાગવત અને શ્રી રામ કથાના કાર્યક્રમોનું આયોજન તા.૨૦-૨૧-૨૨ મેના રોજ એડિનબરા હિંદુ મંદિર અને કલ્ચરલ સેન્ટર સેન્ટ એન્ડ્રયુ પ્લેસ, લેઈથ, એડિનબરા રોડ EH6 7EG ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક. ડો. પ્રમોદ એન પટેલ 07504 458 048
ભારતમાં બનેલી ઇન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ 18/05/2016 10:46 am Khushali Dave સંપૂર્ણ રીતે ભારતમાં બનેલી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરીણ સફળ રહ્યું છે. રવિવારે સવારે ૧૧.૧૫ વાગ્યે ઓરિસ્સાના અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી મિસાઇલને ફાયર કરવામાં આવી હતી. આ એક સુપરસોનિક બેલાસ્ટિક મિસાઇલ છે, જે ૨૦૦૦ કિલોમીટરની રેન્જમાં આવતી દુશ્મનોની મિસાઇલને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. ડીઆરડીઓ ઓફિસરોએ જણાવ્યું કે, મિસાઇલે બંગાળની ખાડીમાં તેના ટાર્ગેટને હિટ કર્યો છે.
શિરિન મિસ્ત્રીને એમબીઈ સન્માન 18/05/2016 10:49 am Khushali Dave ભારત અને બ્રિટનના સંબંધોને વધુ મજબૂત બનાવવાનું ઉમદા કાર્ય કરવા બદલ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન, મુંબઈમાં કાર્ય કરતાં શિરિન મિસ્ત્રીને બ્રિટિશ રોયલ ક્વિન એલિઝાબેથ દ્વારા મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (એમબીઈ)ના મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શિરિન આ સન્માન મેળવીને ઘણા પ્રભાવિત થયાં હતાં અને તેમણે આ સન્માન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. શિરિન મિસ્ત્રી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનમાં ૨૩ વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે.
વિશ્વની વયોવૃદ્ધ વ્યક્તિનું ૧૧૬ વર્ષે નિધન 18/05/2016 10:48 am Khushali Dave દુનિયાની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ સુસાના મુશાત જોન્સનું ૧૨મી મેએ ન્યૂ યોર્કમાં નિધન થયું હતું. તેઓ ૧૧૬ વર્ષના હતા. જેરોન્ટોલોજી રિસર્ચ ગ્રૂપ મુજબ હવે ઇટાલીની ૧૧૬ વર્ષીય એમાં મોરાનો મારિટિનુજજી દુનિયાની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ બની ગઈ છે.
દિલ્હીમાં કાળઝાળ ગરમી અને ચેન્નઈમાં વિક્રમી વરસાદ 19/05/2016 2:29 am Khushali Dave વિફરેલી કુદરત દેશમાં જુદાં જુદાં વિકરાળ સ્વરૂપ બતાવી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલાં હવાનાં હળવા દબાણને કારણે તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં છેલ્લા ૪૮ કલાકમાં વિક્રમજનક વરસાદ નોંધાયો છે. બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં ૧૮મીમેએ પારો ૪૭ ડિગ્રી પર પહોંચતાં દિલ્હીવાસીઓ શેકાઈ ગયાં હતાં.
૧૨ વર્ષના આભાસે ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરી લીધી! 19/05/2016 1:59 am Khushali Dave રાજસ્થાનમાં આવેલા જયપુરના રહેવાસી આભાસ શર્માએ ફક્ત ૧૨ વર્ષની વયે ૧૨ ધોરણની પરીક્ષા પાસ કરી લીધી છે. આ સાથે જ, આભાસ ૧૨માની બોર્ડની પરીક્ષા પાસ કરનાર સૌથી નાની વયનો વિદ્યાર્થી બની ગયો છે. તેણે આ વર્ષની રાજસ્થાન બોર્ડની પરીક્ષા પાસ કરી છે. આભાસે આ પરીક્ષા ૬૫% માર્ક સાથે પાસ કરી લીધી છે. આભાસની સિદ્ધિ એ છે કે, તેણે ૧૦ વર્ષની વયે જ તેણે ૧૦મા ધોરણની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી.