શ્રીલંકા પૂર હોનારતઃ ૪૫નાં મૃત્યુ, ૧૫૦ લાપત્તા 20/05/2016 4:52 am Nilesh Parmar શ્રીલંકામાં મંગળવારે તૂટી પડેલા મુશળધાર વરસાદના કારણે સર્જાયેલી હોનારતનો મૃત્યુઆંક ૪૫ થઇ ગયો છે, જ્યારે ૧૫૦થી વધુ લોકો લાપત્તા છે. આશરે ૩૦ ફૂટના કાદવના થર નીચે દટાઈ ગયેલાં ૧૫૦ લોકો જીવિત હોવાની આશા બહુ જ ધૂંધળી છે. ભારે વરસાદને કારણે ઊભી થયેલી જળબંબાકાર જેવી સ્થિતિથી બચવા શ્રીલંકામાં આશરે ત્રણ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ દરમિયાન ચાલુ વરસાદ રાહત અને બચાવકાર્યને અવરોધી રહ્યો છે. મોસમના પહેલા જ વરસાદે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યો છે.
૬૬ પ્રવાસી સાથેનું ઇજિપ્ત વિમાન તૂટી પડ્યું 20/05/2016 4:30 am Nilesh Parmar ઇજિપ્ત એરનું એક વિમાન ગુરુવારે ભૂમધ્ય સમુદ્ર ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં તેમાં મુસાફરી કરતા તમામ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઇજિપ્તની એરલાઇન ઇજિપ્ત એરની પેરિસથી કેરો જતી ફ્લાઇટ ૮૦૪ આશરે ૨૨ હજાર ફૂટની ઊંચાઈએ હતી ત્યારે અચાનક ક્રેશ થઇ ગઇ હતી. વિમાનમાં ૧૦ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૬૬ પ્રવાસીઓ હતા.
Left clinches Kerala, Amma and Didi make their mark 19/05/2016 9:05 am Mitul Paniker History was made with the Congress riding the loser horse in two states, in the Assembly polls conducted in five different region.