RBSનું ૧૦ મિલિયન પાઉન્ડમાં વેસ્ટગેટ હેલ્થકેર સાથે સમાધાન 20/05/2016 6:51 am Achyut Sanghavi રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS)ને વ્યાજ દરમાં અદલાબદલના કથિત ખોટા વેચાણના કારણે નુકસાનના વળતર તરીકે કેર હોમ્સ પ્રોવાઈડર વેસ્ટગેટ હેલ્થકેરને આશરે ૧૦ મિલિયન પાઉન્ડ આપવાની ફરજ પડી છે. વેસ્ટગેટ હેલ્થકેર આઠ કેર હોમ્સની માલિકી ધરાવે છે, તેને બિઝનેસ વધારવો હોવાથી RBS પાસેથી લોન લીધી હતી. બેન્કે ઈન્ટરેસ્ટ રેટ-હેજિંગ પ્રોડક્ટ્સ એટેચ કરીને ઊંચી ફી વસૂલ કરી હતી અને ૨૦૦૮માંબેન્કે ૨૦ વર્ષીય વિનિમય ઉમેરતાં કુલ લોનની રકમ ૧૮ મિલિયન પાઉન્ડ થઈ હતી.
મુઝકો યારો માફ કરના, મૈં નશેમેં હું....... બ્રિટિશરોનું શરાબપાન વધ્યું 20/05/2016 6:51 am Achyut Sanghavi બ્રિટનમાં શરાબપાનનું પ્રમાણ વધી ગયું છે. ૧૯૬૦ના દાયકાની સરખામણીએ બ્રિટિશ લોકો ૬૫ ટકા વધુ શરાબ પીએ છે. અન્ય દેશોમાં શરાબપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે સરેરાશ બ્રિટિશર દર વર્ષે ૧૧.૬ લિટર શુદ્ધ આલ્કોહોલ ગટગટાવી જાય છે. આલ્કોહોલ સંબંધિત આરોગ્ય અને સામાજિક સમસ્યાઓ માત્ર બંધાણીઓ સુધી મર્યાદિત રહી નથી, મધ્યમ વર્ગ અને વૃદ્ધોમાં તેનું પ્રમાણ વધ્યું છે.
લોકોએ હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે હજારો પાઉન્ડ ચૂકવવા પડશે 20/05/2016 6:51 am Achyut Sanghavi ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ તેમના સંબોધનમાં જાહેરાત કરી હતી કે દેશના દરેક પરિવારને ‘ફાસ્ટ’ બ્રોડબેન્ડ કનેક્શનની માગણીનો અધિકાર મળશે. પરંતુ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને નેટ મેળવવા માટે સેંકડો પાઉન્ડ ચૂકવવવા પડશે. નવા ડિજિટલ ઈકોનોમી બિલને લીધે અત્યાર સુધી જે એક મિલિયન લોકોની પ્રોપર્ટી સુધી હાઈ-સ્પીડ કનેક્શન પહોંચાડવાનું મુશ્કેલ ગણાતું હતું ત્યાં આખરે બ્રોડબેન્ડ ટેક્નોલોજી પહોંચવાની આશા ઉભી થઈ છે.
બ્રિટિશ મહિલાઓને તો મેનોપોઝ વિશે વાત કરવામાં પણ શરમ 20/05/2016 6:51 am Achyut Sanghavi મેનોપોઝના ગાળામાંથી પસાર થતી અડધાથી વધુ મહિલાઓ મૌન રહીને પીડા સહન કરે છે અને તેને લીધે થતાં ફેરફારના લક્ષણો વિશે ડોક્ટર સાથે વાત કરવાનું ટાળતી હોવાનું ૪૫-૬૫ વયજૂથની ૧૨૦૦ મહિલાના સર્વેમાં જણાયું છે. દર પાંચમાંથી બે કરતા વધુ મહિલાએ જણાવ્યું હતું કે મેનોપોઝના લક્ષણો તેમની ધારણા કરતા વધુ ખરાબ હતા. ડોક્ટરની સલાહ નહિ લેનારી ૫૦ ટકાથી વધુ મહિલાઓ પૈકી ત્રીજા ભાગ કરતા વધુ મહિલાએ જણાવ્યું હતું કે મેનોપોઝ સહન કરવી જ પડે એવી સ્થિતિ છે.