બ્રિટિશ મહિલાઓ સુંદર દેખાવા ચાર બિલિયન પાઉન્ડ ખર્ચે છે! 20/05/2016 6:51 am Achyut Sanghavi વિશ્વમાં ફેશનસ્ટાઈલ અને સુંદર દેખાવા પાછળ ખર્ચ કરવામાં ફ્રેન્ચ મહિલાઓ અવ્વલ ગણાય છે અને બ્રિટિશ મહિલાઓ કરતાં વધુ ફેશનેબલ મનાય છે. જોકે, ગત વર્ષે બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ચાર બિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ કરીને બ્રિટિશ મહિલાઓ પ્રથમ વખત ફ્રેન્ચ મહિલાઓ કરતાં આગળ નીકળી ગઈ છે. આ સાથે જ યુકે હવે જર્મની અને અમેરિકા પછી વિશ્વનું ત્રીજું સૌથી મોટું બ્યુટી માર્કેટ બની ગયું છે.
૧૭ વર્ષીય પ્રિયંકા ગોલ્ફમાં મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન 20/05/2016 6:51 am Achyut Sanghavi પિન્નેર હિલ ગોલ્ફ ક્લબની ૧૭ વર્ષીય ગોલ્ફર પ્રિયંકા પરમાર વર્ષ ૨૦૧૬ની મિડલસેક્સ લેડીઝ કાઉન્ટી ચેમ્પિયન બનતા સાતમા આસમાને વિહરી રહી છે. બે રોમાંચક મુકાબલા બાદ તે સેમિફાઈનલ અને બાદમાં સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં તેણે તારા વોટર્સને હરાવી હતી.
Jayden: Music with a Conscience 20/05/2016 7:28 am Ajay Kumar Jayden is an emerging, recording artist whose unique RnB-pop tracks carry a modish Desi twist. His striking singles ‘Sun Zara’ and ‘Breath Away’ were hits with the listening public, and eventually got him recognised by the BBC Asian Network: “I would send my songs to DJ Yasser - the guy in charge,” Jayden told us “and he really encouraged my style. He was the one to get me on to the BBC’s Introducing Artists platform.” But it is not the young musician’s particular sound that is the core reason for his gathering momentum.
સ્કોટલેન્ડમાં સૌથી મોટા શીખ ગુરુદ્વારાનું ભવ્ય ઉદ્ઘાટન 20/05/2016 6:52 am Achyut Sanghavi સ્કોટલેન્ડના ગ્લાસગોમાં દેશના સૌથી મોટા ગુરુદ્વારાનું ભવ્ય ઉદ્ઘાટન ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટુર્જન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું. સ્કોટલેન્ડનું સૌથી મોટું શીખ ગુરુદ્વારા હોવાની સાથે તે ગ્લાસગોમાં સૌથી ઉંચુ ધાર્મિક બિલ્ડીંગ બન્યું છે. શહેરના ફિનિએસ્ટન વિસ્તારમાં બર્કલે સ્ટ્રીટસ્થિત ગુરુદ્વારાના નિર્માણમાં આઠ મિલિયન પાઉન્ડનો ખર્ચ થયાનો અંદાજ છે, જે પૈકી ૬૦ ટકાથી વધુ રકમ સમાજના ડોનેશન તથા બાકીની રકમની લોન તરીકે લેવાઈ હતી. સ્કોટલેન્ડના હજારો શીખોએ ગુરુદ્વારાના નિર્માણમાં પોતાની સેવા આપી હતી અને ઉદ્ઘાટન સમયે આખી રાતના ઉજાગરા કરીને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
અમને હરાવવા ઘણા કાવતરાં થયાં, છતાં જીત્યાંઃ મમતા બેનરજી 20/05/2016 7:40 am Nilesh Parmar પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીનાં નેતૃત્ત્વમાં તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી)એ પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં મળેલી જીત બાદ એક પત્રકાર પરિષદમાં ફક્ત મોદી સરકારને જ નહીં, પરંતુ ડાબેરીઓ અને કોંગ્રેસને પણ આડે હાથ લીધા હતા. મમતા બેનરજીએ જણાવ્યું કે, 'અમને હરાવવા માટે બધા જ એકસંપ થઈ ગયા હતા, પરંતુ તૃણમૂલ કોંગ્રેસે એકલા હાથે લડીને જીત હાંસલ કરી છે અને એ સાબિત કરી આપ્યું છે કે, જનતા અમારી સાથે છે.