તામિલનાડુમાં પારિવારિક રાજકારણનો અંત આવ્યો છે: જયલલિતા 20/05/2016 7:43 am Nilesh Parmar તામિલનાડુનાં ‘આયર્ન લેડી’ તરીકે ઓળખાતાં જયલલિતાના એઆઇએડીએમકેએ ફરી એક વાર સત્તા હાંસલ કરી છે. પાંચ વાર મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કરી ચૂકેલાં ‘અમ્મા’ હવે છઠ્ઠી વાર રાજ્યની કમાન સંભાળશે. તામિલનાડુમાં ૨૭ વર્ષ જૂનો ઇતિહાસ છે કે, એક સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરે તે પછી ફરીથી સત્તા મેળવી શકતી નથી. જોકે, અમ્માએ આ વખતે આ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
ટેલિવિઝન જોવામાં જિંદગીના નવ વર્ષ ગુમાવતા બ્રિટિશરો 20/05/2016 6:51 am Achyut Sanghavi બ્રિટિશરો જિંદગીના નવ વર્ષ ટેલિવિઝન સામે બેસી રહેવામાં વીતાવે છે. આટલું ઓછું હોય તેમ ટેલિવિઝનમાં તેમના ફેવરિટ કાર્યક્રમો સંબંધિત વાતો કરવામાં જ આઠ મહિનાનો સમય બગાડે છે. સરેરાશ બ્રિટિશ ઓછામાં ઓછી પાંચ અલગ અલગ સીરિઝ નિહાળે છે. ટેલિવિઝન નિહાળવાને હવે સામાજિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે.
‘કોંગ્રેસમુક્ત ભારત’ની દિશામાં બે કદમ આગેકૂચ: અમિત શાહ 20/05/2016 8:14 am Nilesh Parmar ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરવારે પાંચેય રાજ્યોના પરિણામ જાહેર થયા બાદ કહ્યું હતું કે આજે દેશ કોંગ્રેસમુક્ત ભારત અભિયાનની દિશામાં બે ડગલાં આગળ વધ્યો છે. તમામ રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું છે એવો સંતોષ વ્યક્ત કરતા તેમણે રાજ્યોના નાગરિકોનો આભાર પણ માન્યો હતો.