ચૂંટણીમાં પરાજયના કારણોનું આત્મમંથન થશેઃ સોનિયા ગાંધી 20/05/2016 8:28 am Nilesh Parmar પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષના કંગાળ દેખાવ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે તે હારના કારણોનું આત્મમંથન કરશે અને લોકોની સેવા માટે ‘વધુ ઉત્સાહ’થી કામ કરશે. જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પક્ષા જયાં સુધી લોકોનો વિશ્વાસ નહિ જીતે ત્યાં સુધી અથાગ પરિશ્રમ કરશે.
કોંગ્રેસનું શાસન હવે માત્ર સાત રાજ્યોમાં રહ્યું 21/05/2016 4:27 am Nilesh Parmar દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. એક નાનકડા પોંડિચેરીને બાદ કરવામાં આવે તો તમામ રાજ્યોમાં દેશની આ સૌથી જૂની ગણાતી પાર્ટીને ગણનાપાત્ર સ્થાન મળ્યું નથી. હવે પોંડિચેરી ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રહી છે. એમાં કર્ણાટકને બાદ કરતાં એક પણ રાજ્ય મોટું નથી.
હાર્વર્ડ ગ્રેજ્યુએટ રજત શેઠીએ ભાજપને આસામ જીતાડ્યું 21/05/2016 7:06 am Nilesh Parmar નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત અપાવનારા પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાયા બાદ ભાજપને નવા કિંગમેકર મળી ગયા છે. આસામમાં મળેલી જીતમાં ચૂંટણી વ્યૂહરચનાકાર રજત શેઠીની મહત્ત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. એક સમયે તેઓ પ્રશાંત કિશોરની ટીમમાં કામ કરતા હતા. હાર્વર્ડ ગ્રેજ્યુએટ રજત શેઠીએ ગયા વર્ષે નવેમ્બરમાં આસામ માટે કેમ્પેઇન શરૂ કર્યું હતું.
કેરળમાં ખેંચતાણ બાદ મુખ્ય પ્રધાન પદે વિજયન્ 21/05/2016 6:11 am Nilesh Parmar કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન એલડીએફે ૧૪૦માંથી ૯૧ બેઠક પર વિજય હાંસલ કર્યાના એક દિવસ બાદ ભારતીય સામ્યવાદી માર્કસવાદી પાર્ટી (સીપીએમ)એ મુખ્ય પ્રધાન પદ માટે પોલિટબ્યૂરોના સભ્ય પિનારાયી વિજયનનું નામ જાહેર કર્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં સીપીઆઇ (એમ)ના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્ય પ્રધાન વી. એસ. અચ્યુતાનંદની ઉંમરને ધ્યાનમાં રાખતાં વિજયનની મુખ્ય પ્રધાનપદ માટે પસંદગી કરાઈ છે. અચ્યુતાનંદની ૯૨ વર્ષના છે જ્યારે વિજયન્ ૭૨ વર્ષના છે.
હાર્વર્ડ ગ્રેજ્યુએટ રજત શેઠીએ ભાજપને આસામ જીતાડ્યું 20/05/2016 8:45 am Nilesh Parmar નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત અપાવનારા પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાયા બાદ ભાજપને નવા કિંગમેકર મળી ગયા છે. આસામમાં મળેલી જીતમાં ચૂંટણી વ્યૂહરચનાકાર રજત શેઠીની મહત્ત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. એક સમયે તેઓ પ્રશાંત કિશોરની ટીમમાં કામ કરતા હતા. હાર્વર્ડ ગ્રેજ્યુએટ રજત શેઠીએ ગયા વર્ષે નવેમ્બરમાં આસામ માટે કેમ્પેઇન શરૂ કર્યું હતું.