અભિષેકના વર્તનથી એશ ડઘાઈ ગઈ 23/05/2016 6:35 am Khushali Dave ઐશ્વર્યાની ફિલ્મ ‘સરબજીત’ના પ્રીમિયર પ્રસંગે અભિષેક એશનો હાથ છોડી આગળ ચાલવા લાગ્યો હતો. ફોટોગ્રાફરોએ અભિષેકને એશ સાથે ફોટો પડાવવા પાછો બોલાવ્યો જેથી યુગલની તસવીર લઈ શકે. અભિષેકે એકાદ-બે તસવીરો પાડવા દીધી અને ફોટોગ્રાફરો એશને પોઝ આપવાનું કહેતા હતા ત્યારે અચનાક જ અભિષેકનો મૂડ બદલાઇ ગયો હતો અને ‘એના જ ફોટા લો’ બોલીને ત્યાંથી ચાલતી પકડી હતી. પતિના આવા વર્તનથી ઐશ્વર્યા પણ ડઘાઈ ગઈ હતી.
બધે ગાંધી કુટુંબનું નામ? બાપનો માલ સમજ્યો છે? ઋષિ કપૂર 23/05/2016 6:46 am Khushali Dave બુધવારે સોશિયલ મીડિયાની નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર ઋષિ કપૂરે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર હલ્લાબોલ કર્યો હતો. શ્રેણીબદ્ધ ટ્વિટમાં ૬૩ વર્ષીય અભિનેતાએ દેશની રાજકીય વ્યવસ્થા અને ગાંધી પરિવારના સભ્યો પર આકરા પ્રહાર કર્યા હતા. ઋષિ કપૂર ૨૦૧૦માં ટ્વિટર પર જોડાયો હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તે ઘણો સક્રિય બન્યો છે. પોતાના આખાબોલા નિવેદનોથી ઘણીવાર સોશિયલ મીડિયામાં તે વિવાદના વંટોળ સર્જી ચૂક્યો છે.
રોજના એક રૂપિયામાં મેડિક્લેમ 23/05/2016 7:34 am Khushali Dave વિપરીત પરિસ્થિતિ સામે લડવા કાંઠા વિસ્તારના આભવા, દીપલી, ભીમપોર અને ગવિયર ગામના યુવાવર્ગે પ્રતિદિન ઘરના સભ્ય દીઠ એક-એક રૂપિયો ઉઘરાવી મેડિક્લેમની પોલિસી તૈયાર કરી છે. ગામલોકોમાં વિશ્વાસની એક માનવસાંકળ રચવાના પ્રયાસરૂપે મેડિક્લેમ પોલિસીની શરૂઆતમાં સભ્યપદ માટે રૂ. ૧૦૦ ફી લેવાય છે. સભ્યપદ સાથે એક સ્ટીલનો ગલ્લો અપાય છે. દરરોજ તમામ સભ્યોનો વ્યકિત દીઠ એક એક રૂપિયો જમા કરાય છે. આજના સમયમાં સામાન્ય સંજોગોમાં પણ પરિવારને બાળકો સાથે એક દિવસનો ૨૦૦થી ૩૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે આવી મેડિક્લેમ પોલિસીમાં ઘરના પાંચ સભ્યો હોય તો સરળતાથી પાંચ રૂપિયા અલગ મૂકવામાં વાંધો પણ નથી હોતો.