જો..જો... ભૂલતા નહિં, તા. ૧૧-૧૨ જૂનના રોજ 'આનંદ મેળા'નું શાનદાર આયોજન 24/05/2016 9:57 am Kamal Rao બ્રિટનવાસી એશિયન સમુદાય અને ગુજરાતી પરિવારોમાં લોકપ્રિય થયેલા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવા માટે લોકપ્રિય થયેલા આનંદ મેળામાં સૌના આરોગ્ય અને તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આ 'આનંદ મેળા'માં પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ભાગ લઇને આપ સૌ ભારતના વિવિધ શહેરોમાં રહેવા માટે તેમજ રોકાણ માટે પ્રોપર્ટીની પસંદગી કરી શકશો.
વડીલો - સંઘર્ષ અને સિધ્ધી: ગુજરાત સમાચાર દ્વારા વડિલોની ગૌરવગાથા રજૂ કરતું પુસ્તક પ્રસિધ્ધ થશે 24/05/2016 9:59 am Kamal Rao આપ સૌ જાણો છો કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી વડીલ સન્માનના સરાહનીય કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે ૧૯મી માર્ચે ઈલફર્ડમાં વિશ્વ હિંદુ પરિષદ સંચાલિત મંદિર ખાતે ૭મા વડીલ સન્માન સમારોહનું શાનદાર આયોજન કરાયું હતું. આપને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં લગભગ ૬૦૦ જેટલા વડીલોનું સન્માન કરવા સદ્ભાગી થયા છીએ.
ભારતમાં ક્રિકેટનું આગમન કયારે થયું? 24/05/2016 9:43 am Achyut Sanghavi ઈંગ્લેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે અને પ્રથમ ટેસ્ટમાં જ ઈંગ્લેન્ડનો એક ઈનિંગ સાથે ભવ્ય વિજય થયો છે.ભારતીય ઉપખંડમાં ચાર દેશ-ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. હમણા તો અફઘાનિસ્તાન પણ સારો દેખાવ કરી રહ્યું છે. IPLથકી ભારત ક્રિકેટ રમતા તમામ દેશોના ક્રિકેટરો માટે સૌથી લોભામણું સ્થળ બની ગયું છે. ઈંગ્લિશ ખેલાડીઓ ઘરઆંગણે આખુ વર્ષ રમીને કમાણી કરે તેની સરખામણીએ IPL મેચોમાં ચાર સપ્તાહ રમીને જ વધુ કમાણી કરી લે છે.
Poll predicts tilt towards Remain camp 24/05/2016 9:52 am Rupanjana Dutta A new exclusive poll for The Daily Telegraph has predicted that following a collapse in support for Brexit, men are now backing the campaign to stay in EU. The Remain campaign is on 55%, while Leave campaign is on 42% and has a 13 point lead with just one month until the referendum, the ORB poll has predicted.
કવિ યોગેશ પટેલ વાતાયન આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી નવાજિત 24/05/2016 9:43 am Achyut Sanghavi હાઉસ ઓફ લોર્ડ્સના બેરોનેસ શ્રીલા ફ્લેધર તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી સી.બી. પટેલના વરદ હસ્તે કવિ યોગેશ પટેલને તેમના કાવ્યોની શ્રેષ્ઠતા, આજીવન પ્રાપ્ત સફળતાઓ અને વૈશ્વિક સાહિત્યિક સેવાઓ માટે અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાઓમાં કરેલા પ્રદાનને ધ્યાનમાં લઇ વાતાયન સંસ્થા દ્વારા ગુરુવાર, ૧૯ મેએ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. આ સંસ્થા વર્ષોથી આંતરરાષ્ટ્રીય ધોરણે વૈશ્વિક હિન્દી સાહિત્ય માટે જાવેદ અખતર અને પ્રસુન જોષી સહિતના મહાનુભાવોને પણ પુરસ્કાર આપી ચૂકી છે. ટ્રોફી અને સન્માનપત્રથી નવાજતા સી.બી. પટેલે યોગશભાઈને શાલ ઓઢાડી હતી અને પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.
નવી હિન્દુ ફ્રી સ્કૂલ ખોલવા અરજી 24/05/2016 9:43 am Achyut Sanghavi હિન્દુ પ્રાઈમરી સ્કૂલના શૈક્ષણિક પ્રણેતાઓ દ્વારા શહેરના નોર્થ ઈસ્ટમાં ઓલ-થ્રુ સ્કુલ ખોલવા માટે અરજી કરાઈ છે. ધ અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૧માં લેસ્ટરની પ્રથમ હિન્દુ શાળા કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલ ખોલવામાં આવી હતી. હવે તેમના દ્વારા પાંચથી ૧૯ વયજૂથના વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર ૨૦૧૭થી અલગ સ્થળે સ્કૂલ ખોલવા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને અરજી કરાઈ છે. આ શાળા હિન્દુ લાક્ષણિકતા ધરાવશે, પરંતુ અન્ય ધર્મો અને પશ્ચાદભૂના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાશે.