Advanced search


શીલ ખેમકાને વેટ ફ્રોડમાં જેલ...

નાઈટ્સબ્રિજના કંપની ડિરેક્ટર અને હેરો અને ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ ૪૨ વર્ષીય શીલ ખેમકાને એક મિલિયન પાઉન્ડની વેટ ટેક્સ ગેરરીતિ બદલ ક્રોયડન ક્રાઉન કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફરમાવી છે. ખેમકાએ ૧૨ કંપનીઓ સ્થાપી તેનો ઉપયોગ વેટકૌભાંડમાં કર્યો હતો.

ad_205233069

ad_205233069

સામન્થા કેમરને સેન્ટ લ્યુક્સ

સામન્થા કેમરને મંગળવાર ૧૭મેના દિવસે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સેન્ટ લ્યુક્સ હોસ્પિસના માનમાં વિશેષ સમારંભની યજમાની કરી હતી. જીવનના આરે પહોંચેલા દર્દીઓ ઘરમાં કટોકટી અનુભવી રહ્યા હોય ત્યારે હોસ્પિસ દ્વારા કેવી રીતે સારસંભાળ લેવાય છે તેના વિશે જાગરુકતા કેળવવાનો આ પ્રયાસ હતો.

ચાર વર્ષના પુત્રની નજર સામે જ

બ્રિટનના ‘બીવર્લી હિલ્સ’ તરીકે જાણીતા સરેના ધનાઢ્ય વિસ્તાર વેબ્રિજમાં સેન્ટ જ્યોર્જ હિલ્સ નજીકની ખાનગી પ્રોપર્ટીમાં ચાર વર્ષના બાળકની સામે જ ૩૮ વર્ષીય માતા સોનિતા નિઝવાનની ઘરમાં રવિવારે હત્યા થઈ હોવાનું કહેવાય છે. માથા અને ગળામાં જીવલેણ ઈજાથી તેમનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સોનિતાના ૪૬ વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પતિ સંજય નિઝવાન પણ ઘરમાં ભારે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. સંજયને હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને સાજા થયા પછી તેની પૂછપરછ કરાશે. સંજયે પોતાના જ ગળા અને હાથ પર ચાકુના ઘા માર્યા હોવાનું મનાય છે. પત્નીની હત્યાના શકના આધારે સંજય નિઝવાનની ધરપકડ કરવામાં આવી હતી. ચાર વર્ષના પુત્રની હાલત ‘મમ્મી ક્યાં છે’ના સતત રટણ સાથે ખરાબ થઈ છે.

બ્રિટનમાં વિક્રમી ૨.૨ મિલિયન ઈ...

ઈયુ રેફરન્ડમની તારીખ નજીક આવી રહી છે ત્યારે બ્રિટનમાં કામ કરતા ઈયુ માઈગ્રન્ટ્સની સંખ્યા ૨.૨ મિલિયન હોવાના આંકડા બહાર આવવાથી બ્રેક્ઝિટ પક્ષ જોરમાં આવ્યો છે. નેટ માઈગ્રેશન ઘટાડવાના વડા પ્રધાન ડેવિડ કેમરનના વચનો નિષ્ફળ ગયાં છે કારણકે વિદેશમાં જન્મેલા વર્કરો યુકેમાં છમાંથી એક નોકરી ધરાવે છે, જ્યારે નવી ૧૦ નોકરીમાંથી બે નોકરી વિદેશીઓના ફાળે જાય છે. ભારતમાંથી ૭૯,૦૦૦ વર્કર્સનો વધારો થયો છે, જે મુખ્યત્વે યુકેમાં કંપનીઓમાં બદલીથી આવેલા છે. દેશમાં કુલ ૩૧.૫૮ મિલિયન લોકો કામ કરી રહ્યાં છે.

કિલ્બર્ન કાઉન્સિલરના મોતની જ

બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટે તેમણે પેટાચૂંટણી ટાળવા કિલ્બર્નના કાઉન્સિલર ટાયો ઓલાડાપોના મોતની જાણકારી છુપાવી હોવાનો ઈનકાર કર્યો છે. કાઉન્સિલર ટાયોનું મોત થયાની સત્તાવાર જાહેરાત માર્ચમાં કરાઈ તે અગાઉ તેઓ આ વિશે જાન્યુઆરીમાં જાણતા હોવાનો આક્ષેપ કરતો ઈમેઈલ ફરતો થવાં બાબતે તેમણે આઘાતની લાગણી દર્શાવી હતી.

કોસ્મેટિક સર્જન સામે કાનૂની દ

સંપૂર્ણ સુંદર નાક સાથે સારા દેખાવની શોધમાં રહેલી ૨૭ વર્ષીય વિદ્યાર્થિની મિજિન ઝાહિરનું સ્વપ્ન પૂર્ણ ન થતાં તેણે જાણીતા કોસ્મેટિક સર્જન શૈલેશ વડોદરિયા સામે હજારો પાઉન્ડના કાનૂની દાવાની કાર્યવાહી આરંભી છે. શૈલેશ વડોદરિયાએ ટીવી શો ‘Embarrassing Bodies’માં પણ હાજરી આપી છે.

Screen Shot 2016-05-24 at 16.59.46

Screen Shot 2016-05-24 at 16.59.46

Screen Shot 2016-05-24 at 16.59.04

Screen Shot 2016-05-24 at 16.59.04

HMRC એટલે કે 'હર મેજેસ્ટી રેવન્યુ એન્ડ કસ્ટમ્સ'ના નામે ગઠીયાઅો દ્વારા 'તમારા વેરાની ગણતરી વગેરે કર્યા બાદ તમે £૩૫૦ના ટેક્સ રીફંડ માટે હક્કદાર છો અને તમે ફોર્મ - વેબસાઇટ પર જઇને બધી માહિતી ભરશો એટલે તમને રીફંડ મોકલવામાં આવશે' તેમ જણાવી ઠગાઇ કરવા પ્રયાસો કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. હજુ સુધી આ કૌભાંડમાં કોઇ છેતરાયું છે કે નહિં તેની જાણકારી મળી નથી, પરંતુ 'ગુજરાત સમાચાર'ના વાચક મિત્રો છેતરાય નહિં તે આશયે આ કૌંભાંડના પ્રયત્નો અને બોગસ ઇમેઇલ અંગે ચેતવણી આપતો અહેવાલ રજૂ કરાયો છે.