પાક.ના ‘સોલર કિડ્સ’ને સૂર્યાસ્ત થતાં જ લકવો થઈ જાય છે 24/05/2016 2:34 am Nilesh Parmar પાકિસ્તાના ત્રણ ભાઈઓની વિચિત્ર બિમારીએ પાકિસ્તાનના ડોક્ટરોને મૂંઝવણમાં મૂકી દીધા છે. પાકિસ્તાનના આ ત્રણેય ભાઈઓ દિવસ દરમિયાન ખૂબ જ સક્રિય અને સ્વસ્થ હોય છે, પણ સાંજ પડતાં જ સૂર્યાસ્ત બાદ તેઓ સાવ નિષ્ક્રિય થઈ જાય છે, તેમના શરીરને લકવો લાગી જાય છે.
વિજેન્દર સિંહે બ્રિટિશ બોક્સર આમિરની ચેલેન્જ સ્વીકારી 23/05/2016 1:14 pm Nilesh Parmar ભારતના સ્ટાર બોક્સર વિજેન્દર સિંહે પાકિસ્તાની મૂળના બ્રિટિશ પ્રોફેશન બોક્સર આમિર ખાનની ભારતમાં મુકાબલો કરવાના પડકારને સ્વીકારી લીધો છે. જોકે આ મુકાબલો ૨૦૧૮ પહેલા યોજાય તે સંભવ નથી. મેક્સિકોના કેનેલો અલ્વારેજની સામે બહુપ્રતિક્ષિત ડબ્લ્યૂબીસી મિડલવેઇટ ટાઇટલની તૈયારી કરી રહેલા આમિરે જણાવ્યું હતું કે તે વિજેન્દરની સામે ભારતમાં મુકાબલો કરવા માગે છે.
તનિષ્ક ૧૮ વર્ષે ડોક્ટર બની જશે 25/05/2016 9:48 am Khushali Dave એક અમેરિકી કોલેજમાંથી સૌથી નાની વયે સ્નાતક થવા બદલ જેને અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ અભિનંદન આપ્યા હતા એ ૧૨ વર્ષીય ભારતીય અમેરિકન છોકરો તનિષ્ક અબ્રાહમ ૧૮ વર્ષનો થશે ત્યાં સુધીમાં ડોક્ટર બની જવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે. તેની તબીબી શિક્ષણ મેળવવાની અરજી બે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા સ્વીકારી લેવાઈ છે.
વિજયભાઈ છેડાનું હચન્સ એવોર્ડથી સન્માન 25/05/2016 9:35 am Khushali Dave બિદડા સર્વોદય ટ્રસ્ટના અધ્યક્ષ અને કો-જૈનાના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ધારશી છેડાને અમેરિકામાં અમેરિકન સોસાયટી ઓફ ક્વોલિટીના ચેરપર્સન પેટ્રીસિયા લા બોન્ડેના હસ્તે ૧૫મી મેએ હચન્સ એવોર્ડ અર્પણ કરાયો હતો.
નરેન્દ્ર મોદી સરકારના બે વર્ષઃ ભાજપનો જલ્સો, કોંગ્રેસનો હલ્લો 26/05/2016 2:59 am Nilesh Parmar નરેન્દ્ર મોદી સરકારની રચનાને આજે બે વર્ષ પૂરા થયા છે ત્યારે પાટનગર સહિત દેશભરમાં ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા આજથી શરૂ થઇ રહેલા આ કાર્યક્રમો ૧૫ જૂન સુધી ચાલવાના છે, જેમાં ભાજપના કાર્યકરો રાજ્ય, શહેર, જિલ્લા, તાલુકા અને પંચાયત સ્તરે જઈને મોદી સરકારની સિદ્ધિઓની માહિતી આપતા કાર્યક્રમો યોજશે. બીજી તરફ, કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતાથી લોકોનો માહિતગાર કરવા દેશભરમાં હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જોકે, દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમના સંચાલન મુદ્દે વિવાદ પણ સર્જાયો છે. મોદી સરકારે કાર્યક્રમનું સંચાલન સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને સોંપ્યું હોવાના સમાચાર આ વિવાદના મૂળમાં છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘પનામા પેપર લીક્સમાં જેમનું નામ ઉછળ્યું છે એ વ્યક્તિને મહત્ત્વના રાજકીય કાર્યક્રમનું સંચાલન સોંપીને મોદી સરકાર તપાસ એજન્સીઓને શું સંકેત આપવા માગે છે?’
HC refuses to involve in Sushil-Narsingh issue 25/05/2016 7:46 am Mitul Paniker Delhi High Court has refused to involve itself in the controversy over wrestler Sushil Kumar being denied the chance to make the Indian wrestling team for the Rio Games.