ગૂગલના ફ્રાન્સના વડા મથકે દરોડોઃ ૧.૮ બિલિયન ડોલરનો ટેક્સફ્રોડ કેસ 26/05/2016 4:01 am Nilesh Parmar સર્ચ એન્જિન ગૂગલના ફ્રાન્સમાં આવેલા હેડ ક્વાર્ટર પર કરોડો ડોલરના ટેક્સ ફ્રોડના મામલે દરોડા પાડવામાં આવ્યા છે. ૧૦૦ જેટલા ટેક્સ અધિકારીઓની ટીમે સેન્ટ્રલ પેરિસમાં આવેલી ગૂગલની ઓફિસ પર દરોડો પાડયો હતો. આ અહેવાલ અંગે ગૂગલે જણાવ્યું હતું કે, 'અમે ફ્રાન્સમાં તમામ કાયદાનું પાલન કરીએ છીએ. ઓથોરિટીને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ અને તેમના સવાલોના જવાબ આપી રહ્યા છીએ.' ગૂગલ પર ૧.૮ બિલિયન ડોલરનો ટેક્સ નહીં ચૂકવવાનો આરોપ છે.
ભારતમાં કુલ કરદાતામાં ૧૦ ટકા ગુજરાતનાં 26/05/2016 3:45 am Nilesh Parmar ભારત સરકારના આવકવેરા વિભાગે સંભવિત કરદાતા અને વાસ્તવિક કરદાતા વચ્ચેની ખાઈ પૂરવા માટે તાજેતરમાં દેશભરમાં એક વર્ષમાં એક કરોડ નવા કરદાતા ઉમેરવા કવાયત હાથ ધરી હતી, તેની સામે ૭૦ લાખ નવા કરદાતા ઉમેરાયા છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૬.૩૦ લાખ નવા કરદાતાઓનો ઉમેરો થયો છે અને હવે રાજ્યમાં કુલ ૪૪.૩ લાખ કરદાતા છે. સમગ્ર દેશના કુલ કરદાતાની સંખ્યા ૪.૪૩ કરોડ છે તે જોતાં દેશના ૧૦ ટકા કરદાતા ગુજરાતી છે.
તાલીમ દરમિયાન એક સમુદાયને આતંકી બતાવાતાં બજરંગદળના પ્રમુખની ધરપકડ 26/05/2016 4:43 am Khushali Dave ફૈઝાબાદ ખાતે બજરંગદળ દ્વારા યોજાયેલી સેલ્ફ ડિફેન્સની તાલીમ દરમિયાન હથિયારોના ઉપયોગ અને એક સમુદાયને આતંકવાદી દર્શાવવાના મુદ્દે વિવાદ વકર્યો છે. કેટલાંક સંગઠનો દ્વારા તાલીમનો વિરોધ કરાતાં પોલીસફરિયાદ કરવામાં આવી છે. આ મુદ્દે બજરંગદળના ૫૦ કાર્યકરો સામે ૧૫૩ની કલમ હેઠળ ૨૫મી મેએ કેસ દાખલ કર્યો છે અને બજરંગદળ અયોધ્યા પ્રમુખ મહેશ મિશ્રાની ધરપકડ કરાઈ છે.