Advanced search


આસામમાં ભાજપે પૂર્વોત્તર લોક

આસામમાં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે સરકારની રચના કરનારા ભાજપે સત્તા સંભાળતાં જ પૂર્વોત્તરનાં રાજ્યોના વિકાસ માટે બિનકોંગ્રેસી પક્ષોનાં એક સંગઠનની રચના કરી છે. કહેવામાં આવે છે કે સંગઠન પૂર્વોત્તરનાં રાજ્યોના વિકાસ માટે કામ કરશે, તેને નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટ એલાયન્સ કે 'નેડા' નામ આપવામાં આવ્યું છે. સંગઠનના વડાપદે હેમંત બિશ્વ શર્માને સ્થાન આપવામાં આવ્યું છે.

rahul gandhi

rahul gandhi

japan atm

japan atm

Fernando Echavarri

Fernando Echavarri

બોર્નિયો ટાપુના ૧૩ વર્ષના આ બા...

ઈન્ડોનેશિયામાં ૧૩ વર્ષના મોહમ્મદ રેહાનને વેયરલૂક સિન્ડ્રોમ નામની એક જિનેટીક બિમારી લાગુ પડી છે. જેના કારણે તેના હોઠ તથા મોંના સ્નાયુઓમાં ફેરફાર થવાથી ચહેરો હનુમાનજી જેવો ફૂલેલો લાગે છે. આ ઉપરાંત આખા શરીરે ૩થી ૪ ઈંચ જેટલા વાળ ઊગી નીકળ્યા છે. ખાસ કરીને છાતી અને પીઠના ભાગમાં વધુ ઘાટા વાળ જોવા મળે છે. બાળકના આ દેખાવના આધારે લોકો તેને હનુમાનજીનો અવતાર માનીને તેની પૂજા કરી રહ્યા છે.

જાપાનમાં ગઠિયાઓની કરામતઃ ૧૪૦

જાપાનમાં ATMની મદદથી કરોડો રૂપિયાની ઉઠાંતરીનો કેસ સામે આવ્યો છે. ગઠિયાઓએ ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ્સની મદદથી ૧૪૦૦ એટીએમમાંથી આશરે ૧.૪૪ બિલિયન યેન એટલે કે અંદાજે ૯૦ કરોડ રૂપિયા કાઢી લીધા છે. પોલીસે આ ઉઠાંતરી માટે ૧૦૦ લોકોના ગ્રૂપ પર આશંકા વ્યક્ત કરી છે. આરોપીઓમાં ઈન્ટરપોલના વોન્ટેડ એવા રોમાનિયાના શખસનો પણ સમાવેશ થાય છે.

મેરી કોમ વર્લ્ડ બોક્સિંગના બી

વિમેન્સ બોક્સિંગમાં પાંચ વખત ૫૧ કિલોગ્રામ વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની મેરી કોમ ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ જતા ભારતીય કેમ્પમાં નિરાશા ફરી વળી છે. ભારતીય બોક્સિંગ ટીમના ચીફ કોચ ડી. ચંદ્રલાલે હતાશા વ્યક્ત કરતા કહ્યું કે મેરી કોમ તેની હરીફ સામેનો મુકાબલો જીતી જ છે તેમ અમે માનતા હતા, પણ કમ્પ્યુટર દ્વારા જે પરિણામ આવ્યું તેમાં તેને પરાજીત બતાવતા અમે આઘાત સાથે આશ્ચર્ય અનુભવ્યું હતું.

રિયોમાં ગોલ્ડ મેડાલિસ્ટ ફર્ન

સ્પેનના ઓલિમ્પિક મેડાલિસ્ટ સેઇલર ફર્નાન્ડો અને તેની ટીમના બે સાથીઓને રિયો ડી જાનેરોમાં બંદૂકની અણીને લૂંટી લેવામાં આવ્યા હતા. આ ઘટના સમયે આ ત્રણેય રિયો ડી જાનેરોમાં બ્રેકફાસ્ટ માટે જઈ રહ્યા હતા. આ ખતરનાક ઘટના બાદ પણ પોતે જીવિત રહ્યા હોવાથી ત્રણેય પોતાને ભાગ્યશાળી માને છે.

કોંગ્રેસીઓના સ્ટેમ્પપેપર પર

ઉત્તરાખંડમાં બળવાનો માર સહન કરી ચૂકેલી કોંગ્રેસ હવે પશ્ચિમ બંગાળમાં ફસાય તેમ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીરરંજન ચૌધરીએ તાજેતરના વિધાનસભામાં વિજયી બનેલા ૪૪ ધારાસભ્યોની પાસે સ્ટેમ્પ પેપર પર સોગંદનામાં સાઈન કરાવ્યાં છે. ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પપેપર ઉપર તમામ વિજેતા ધારાસભ્યોના હસ્તાક્ષર કરાવાયા છે. આ સ્ટેમ્પપેપરમાં જણાવાયું છે કે, તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પ્રત્યે વફાદાર રહેશે, તે ઉપરાંત વિધાનસભામાં કોંગ્રેસવિરોધી કોઈ પ્રવૃત્તિ થશે તો તેઓ તેમાં જોડાશે નહીં.

Kokkata Knight Riders

Kokkata Knight Riders