કોલકતા આઉટ, હૈદરાબાદ ક્વોલિફાયર-ટુમાં 26/05/2016 4:47 am Nilesh Parmar કોલકતા નાઇટ રાઇડર્સ આઇપીએલમાંથી આઉટ થઇ ગયું છે. ગુરુવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સને ૨૨ રને હરાવીને આઈપીએલ-૯ની ક્વોલિફાયર-ટુમાં સ્થાન પાક્કું કર્યું હતું. શુક્રવારે યોજાનારા આ મુકાબલામાં હૈદરાબાદ અને ગુજરાત લાયન્સ ટકરાશે.
અમદાવાદથી બિઝનેસ ક્લાસ ચાર્ટર્ડ ફ્લાઇટનો જૂનથી પ્રારંભ 26/05/2016 7:54 am Khushali Dave સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી જૂનના બીજા અઠવાડિયાથી ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પારેશન એન્ડ એવિએશનની પ્રથમ બિઝનેસ ક્લાસ ચાર્ટર ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે. ગુજરાત સરકારની સબસીડી વગર પ્રથમવાર અમદાવાદથી ચાર્ટર ફ્લાઇટ ડોમેસ્ટિક સ્ટેશનો માટે ઉડાન ભરશે. અમેરિકાની સેશનના કંપનીનું ૮ સીટવાળું એરક્રાફટ રૂ. ૧૨ કરોડમાં ખરીદવામાં આવ્યું છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને બાથરૂમમાં લપસી પડતાં ઈજા 26/05/2016 6:34 am Khushali Dave ભાજપના પ્રદેશ પ્રમુખ અને પાણી પુરવઠા પ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર ખાતેની મિનિસ્ટ્રી સ્ટ્રીટમાં સરકારી બંગલાના બાથરૂમમાં લપસી પડતાં તેમને માથાના ભાગે ઈજા થઈ હતી. જેના કારણે તેમણે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી અને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. જોકે, તેઓની તબિયત સુધારા ઉપર છે. તેમ તેમની કચેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
૧૫ ટકા NRI ક્વોટા રદ કરતા વટહુકમને મંજૂરી 26/05/2016 6:30 am Khushali Dave રાજ્યમાં મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેનો ૧૫ ટકા એનઆરઆઈ (NRI-બિન નિવાસી ભારતીય) ક્વોટા રદ કરતા વટહુકમને આખરે કેબિનેટે ૨૫મી મેએ લીલીઝંડી આપી દીધી છે. હવે, તે રાજ્યપાલને મોકલી અપાશે. જેના ઉપર રાજ્યપાલની સહી કરી દેવાયા બાદ ચાલુ શૈક્ષણિક સત્રથી જ તેનો અમલ કરાશે. ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના આ નિર્ણયથી મોટો લાભ થશે.