દિલ્હીના ૭૪ વર્ષના પ્રકાશ ઋષિની વિશ્વવિક્રમ નોંધાવવાની દિવાનગી 27/05/2016 7:17 am Nilesh Parmar પાટનગરમાં પ્રકાશ ઋષિ નામની એક એવી વ્યક્તિ વસે છે જે વિશ્વવિક્રમ નોંધાવવાની પ્રબળ ઘેલછા ધરાવે છે. પ્રકાશ ઋષિનો દાવો છે કે, તેમના નામે ૨૦થી વધુ વિશ્વ વિક્રમ નોંધાયેલા છે. કદાચ આથી જ લોકો તેમને ‘ગિનીસ ઋષિ’ના હુલામણા નામે ઓળખે છે.
ઉદય કોટકઃ ભારતની સૌથી શક્તિશાળી ફાઈનાન્સિયલ પર્સનાલિટી 26/05/2016 4:08 am Nilesh Parmar કોટક મહિન્દ્રા બેન્કના વડા ઉદય કોટક ફાઈનાન્સિયલ વર્લ્ડના ૪૦ સૌથી શક્તિશાળી લોકોના ‘ફોર્બ્સ’ લિસ્ટમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય છે. ઉદય કોટકની નેટવર્થ લગભગ ૭.૧ બિલિયન ડોલર છે. ૫૭ વર્ષના કોટકને ‘ફોર્બ્સ’ના ‘મની માસ્ટર્સ - ધ મોસ્ટ પાવરફુલ પીપલ ઇન ધ ફાઈનાન્સિયલ વર્લ્ડ’ યાદીમાં ૩૩મા સ્થાને છે. લિસ્ટમાં ટોચના સ્થાને બ્લેકસ્ટોન ગ્રૂપના સીઈઓ સ્ટીફન શ્વાર્જમૈન છે. તેમની નેટવર્થ ૧૦.૨ બિલિયન ડોલર અને વિદેશમાં ૩૪૪ બિલિયન ડોલરની એસેટ્સ છે.
૭૭ મિનિટમાં સુરતથી ધબકતું હૃદય મુંબઈથી ટ્રાન્સપ્લાન્ટ કરાયું 26/05/2016 8:34 am Khushali Dave છેલ્લા કેટલાક સમયમાં સુરત અને આજુબાજુના વિસ્તારના બ્રેઈન ડેડ વ્યક્તિઓના શરીરના અંગોમાંથી અનેકને નવજીવન મળ્યું છે. સુરતમાંથી સતત પાંચમું હાર્ટ મુંબઈ ટ્રાન્સપ્લાન્ટ ૨૪મીમેએ કરાયું છે. ૭૭ મિનિટમાં સુરતથી ધબકતું હૃદય મુંબઈસ્થિત દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.
કોંગોમાં ભારતીયો પર હુમલાઃ દિલ્હીમાં યુવકની હત્યાના પ્રત્યાઘાત 27/05/2016 7:32 am Nilesh Parmar પાટનગરમાં ગયા સપ્તાહે થોડી બોલચાલ બાદ થયેલા હુમલામાં કોંગોના એમ. કે. ઓલિવર નામના યુવાનનું મૃત્યુ થયાની ઘટનાના કોંગોમાં તીવ્ર પડઘા પડયા છે. કોંગોમાં ભારતીયોની દુકાનોને નિશાન બનાવીને હુમલાની ઘટનાઓ બની છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું હતું કે કોંગોમાં ભારતીયોને નિશાન બનાવીને તેમની દુકાનો પર થયેલા હુમલામાં કેટલાંક ભારતીયોને ઈજા પહોંચી છે. કોંગો ખાતેનું ભારતીય દૂતાવાસ સ્થાનિક વહીવટી તંત્રના સંપર્કમાં છે અને હવે સ્થિતિ થાળે પડી છે.
સાલોં સેં બિછડે, ફેસબુક પે મિલેઃ વિખૂટા પડેલા ભાઇ-બહેનોનું ૫૦ વર્ષે મિલન 27/05/2016 7:54 am Nilesh Parmar આશરે પચાસ વર્ષ પૂર્વે વિખુટા પડેલા ત્રણ ભાઇ-બહેનનો હવે તેઓ જૈફ વયે પહોંચ્યા છે તેઓ યુનાઇટેડ આરબ અમિરત (યુએઇ)ના પાટનગર અબુ ધાબીમાં મળ્યા હતા. જેમાં ૭૬ વર્ષીય હમઝા સરકાર ૪૮ વર્ષ પૂર્વે ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા. તેઓ પોતાના ભાઈ ટી.પી. મામ્મીકુટ્ટી (૭૫) અને બહેન ઇપાથુ (૮૫)ને અબુધાબીમાં ૫૦ વર્ષે મળતા હૃદયદ્રાવક દૃશ્ય સર્જાયું હતું.
બેંગલૂરુમાં વિશ્વની સૌથી વધુ વજનદાર બાળકીનો જન્મ 27/05/2016 7:42 am Nilesh Parmar નવજાત શિશુનું વજન જન્મ સમયે અઢીથી ત્રણ કિલો જેટલું હોય છે, પણ બેંગલૂરુમાં એક ૧૯ વર્ષીય યુવતીએ ૬.૮૨ કિલોગ્રામની બાળકીને જન્મ આપીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.