ભારત બધાનું ભલું ઇચ્છે છે, પણ આતંકવાદ મુદ્દે કોઈ બાંધછોડ નહીંઃ મોદી 27/05/2016 8:24 am Nilesh Parmar અમેરિકાના ટોચના દૈનિક ‘વોલસ્ટ્રીટ જર્નલ’ને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત બધાનું ભલું ઇચ્છે છે, પણ આતંકવાદના મુદ્દે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. ભાજપ સરકારના બે વર્ષના કાર્યકાળ દરમિયાન કેવા લક્ષ્યાંકો પાર પાડી શકાયા અને કયા લક્ષ્યાંકો પાર પાડી શકાયા નથી એ મુદ્દે નરેન્દ્ર મોદીએ આ મુલાકાતમાં વિગતવાર જણાવ્યું હતું. તેમણે ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી) બિલથી લઈને વિદેશ નીતિ વિશે વિગતવાર જવાબો આપ્યા હતા.
૧૦૦થી વધુ સ્ત્રીઓને સંતાનસુખના નામે ફસાવનાર ‘ઐયાશ બાબા’ 28/05/2016 8:18 am Nilesh Parmar ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ૧૦૦થી વધુ મહિલાઓનું શારીરિક શોષણ કરી તેમના અશ્લીલ વીડિયો ઉતારનારા લંપટ બાબા પરમાનંદની પોલીસે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાંથી ધરપકડ કરી છે. મહિલાઓના શારીરિક શોષણના વીડિયો બહાર આવ્યા બાદ બાબા આશ્રમમાંથી ફરાર થઈ ગયો હતો. આ બની બેઠેલો બાબા ખાસ કરીને નિઃસંતાન મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો. સંતાન સુખના નામે તે મહિલાઓને ફસાવી પોતાની શારીરિક ભૂખ સંતોષતો હતો. આ સમયે તે મહિલાઓ સાથેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લતો હતો અને પછી તેને બ્લેકમેઇલ કરતો હતો. ‘ઐયાશ બાબા’ તરીકે કુખ્યાત પરમાનંદ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, છેતરપિંડી અને યૌનશોષણના ડઝનબંધ કેસ દાખલ થયા હોવાથી પોલીસે તેની સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરીને સંપત્તિ જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે.