ગાંધીવાદી કુબેન નાયડુ દ. આફ્રિકાની બેન્કોના રજિસ્ટ્રાર નિયુક્ત 30/05/2016 6:20 am Khushali Dave ચુસ્ત ગાંધીવાદી લોકોમાં સામેલ એક વ્યક્તિની ચોથી પેઢીના કુબેન નાયડુને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા રિઝર્વ બેન્કોના રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કર્યા છે. આગામી વર્ષે નવા કાયદાનું એલાન થાય ત્યાં સુધી આ નિયુક્તિ એક હંગામી પગલું છે, જેનાથી બેન્કો અને ઈન્સ્યોરર્સના નિયમન માટે એક નવી કાનૂની સંસ્થાની સ્થાપના થશે. ૨૦૧૩માં તત્કાલીન ગવર્નર ગિલ માર્ક્સના સલાહકાર બન્યા પછી નાયડુ દક્ષિણ આફ્રિકાના રિઝર્વ બેન્કના ત્રણ ગવર્નરોમાંથી એક તરીકે સેવા આપી રહ્યા છે.
H-1B વિઝા માટે ૪૦૦૦ ડોલરથી વધુ આપવા પડશે 30/05/2016 6:25 am Khushali Dave ભારતીય આઇટી કંપનીઓને અમેરિકાથી એચ-1બી વિઝા મેળવવા માટે ૪૦૦૦ ડોલર વધુ ચૂકવવા પડશે. હવે આઇટી કંપનીઓ માટે અમેરિકી વિઝા મેળવવાનું બહુ મોંઘું થઇ જશે. ડિસેમ્બર ૨૦૧૫માં પાસ થયેલા કાયદાને હવે લાગુ કરવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ એલ-1 વિઝા મેળવવા માટે અરજી કરનારાઓને ૪૫૦૦ ડોલર વધુ આપવા પડશે.
• બ્લેરના મતે કોર્બીન સરકાર જોખમી અખતરો 30/05/2016 12:09 pm Achyut Sanghavi દેશમાં જેરેમી કોર્બીનની સંભવિત સરકાર સામે તેમના જ પક્ષના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે ચેતવણી ઉચ્ચારી છે. બ્લેરે બીબીસી સાથે ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે લેબર પાર્ટીના નેતા કોર્બીન અથવા તેમના જેવા ડાબેરી કે જમણેરી પોપ્યુલિસ્ટ રાજકારણીઓ થકી સરકાર રચવાનો અખતરો દેશ માટે ખતરો બની શકે છે. કોર્બીન રાજકીય પરિબળ કરીકે ઉપસી આવવા પાછળ પોતે જવાબદાર હોવાના સૂચનને પૂર્વ લેબર વડા પ્રધાને ફગાવી દીધું હતું. ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં વિજેતા રહેલા બ્લેર અને કોર્બીન એકબીજાના વિરોધી છે.
ચેરિટીઝની ૯૦ ટકા આવક પત્રો કે ગીફ્ટ મોકલવામાં જ ખર્ચાય છે 30/05/2016 12:09 pm Achyut Sanghavi હોસ્પિટલમાં કેન્સરની સારવાર મેળવતા બાળકો માટે દાન સહિત કોઈ સારા ઉદ્દેશ માટે દાનની માગણી કરતાં પત્રોથી મેઈલબેગ છલકાઈ જતાં હોવાની કોઈ જ નવાઈ નથી, પરંતુ દયાજનક હકીકત એ છે કે જે ચેરિટીઝ દ્વારા દાન મગાય છે તેઓ આવકના ૯૦ ટકા આવા પત્રો કે તેની સાથે ગીફ્ટ મોકલવા પાછળ જ ખર્ચે છે.