Advanced search


અનાથાશ્રમોને મદદ કરવા માટે સ્વયંસેવક તરીકે વિદેશ જતા ગેપ યર સ્ટુડન્ટ્સ અજાણતા જ બાળકોની હેરાફેરી અને જાતીય શોષણની પ્રવૃત્તિમાં મદદરૂપ થતા હશે તેવી ચેતવણી લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)ના ચેરિટી કો-ઓર્ડિનેટર ડેવિડ કોલ્સે ઉચ્ચારી છે. દરમિયાન, LSEએ જાહેરાત કરી છે કે તે હવે ઓર્ફનેજ પ્લેસમેન્ટ્સને ઉત્તેજન આપશે નહિ.

Lord Paddick

Lord Paddick

Swindon Hindu Temple

Swindon Hindu Temple

Eurostar Train

Eurostar Train

BBC 1

BBC 1

‘સ્માઈલ વિથ શિવ’ ચેરિટીના લાભાર્થે રેશમા દત્તા અને તેમના મિત્રો-કરીના, માલા, ક્રેગ અને નયન દ્વારા સ્વિટ્ઝર્લેન્ડમાં ૧૧થી ૧૩ જૂન દરમિયાન ત્રણ મુશ્કેલ હાઈકિંગનો પડકાર ઝીલવા નિર્ણય લેવાયો છે. આ મંડળીનું લક્ષ્ય ૨,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું છે, જેમાંથી ૬૨૦ પાઉન્ડ એકત્ર કરાયા છે. એપ્રિલ ૨૦૧૪માં ત્રણ વર્ષના હસતા-ખેલતા અને સુંદર સ્મિત ધરાવતા બાળક શિવને ડુશેન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી (Duchenne Muscular Dystrophy) બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું.

અતિ ધનાઢ્ય બ્રિટિશર બનવા સામા

વિશ્વની સૌથી વધુ સંપત્તિ ધરાવતા ૧ ટકા લોકો અને અન્ય લોકો વચ્ચે સંપત્તિનો તફાવત વધતો જાય છે. રાજકારણીઓ અને કંપનીઓના વડાઓની આવક સાતમા આસમાને પહોંચી રહી છે ત્યારે સામાન્ય પગાર ધરાવતા બ્રિટિશ કામદારને દેશની અતિ ધનાઢ્ય વ્યક્તિ જેટલી સંપત્તિ એકત્ર કરવા માટે ૩,૪૮,૦૬૩ વર્ષ સુધી મહેનત કરવી પડે, તેમ એક્સપર્ટ માર્કેટ દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે. સામાન્ય આવક ધરાવતી વ્યક્તિની બિલિયોનેર બનવાની બાબત તેના દેશ, બિઝનેસ પ્રોડક્ટ્સ અને સર્વિસીસના માર્કેટ પર આધાર રાખે છે.

લોર્ડ પેડ્ડિકની ચાર મિનિટની સ

પૂર્વ મેટ્રોપોલિટન ચીફ, લંડનના મેયરપદના ઉમેદવાર અને લિબરલ ડેમોક્રેટ લોર્ડ પેડ્ડિકે ઈરાકમાં લક્ષ્યાંકો પર બોમ્બમારો કરવા વિશેની ચર્ચામાં ચાર મિનિટનું સંબોધન કર્યું હતું, પરંતુ કરદાતાના માથે તેનો બોજ ૮,૯૦૦ પાઉન્ડ આવ્યો હતો. તેનું કારણ એ છે કે લોર્ડ પેડ્ડિક આ સમયે અમેરિકામાં વેકેશન ગાળી રહ્યા હતા અને આ ચર્ચામાં ભાગ લેવા જ પાર્લામેન્ટમાં આવ્યા હતા.

સ્વીન્ડનમાં હિંદુ મંદિર ખૂલ્

સાઉથવેસ્ટ ઈંગ્લેન્ડના સ્વીન્ડનમાં નવું હિંદુ મંદિર ખૂલ્લું મૂકાયું છે. ગણેશ પૂજા તેમજ સત્યનારાયણની કથા સાથે સ્વીન્ડન હિંદુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા ૨૧ મેએ મંદિરમાં પ્રથમ વિધિસરની પૂજા ઉપરાંત કોમ્યુનિટી લંચનું આયોજન કરાયું હતું.

યુરોસ્ટારે લંડન-પેરિસનું ભાડ

ક્રોસ ચેનલ રેલ કંપની યુરોસ્ટારે જૂન મહિના માટે લંડનના સેન્ટ પેન્ક્રાસથી પેરિસના નોર્ડ સુધીનું ભાડું ઘટાડીને ૨૫ પાઉન્ડ કર્યું છે. જોકે, તેનો લાભ લેવા માટે પ્રવાસીએ એક અઠવાડિયા અગાઉ બુકિંગ કરાવવું પડશે અને કઈ ટ્રેનમાં મુસાફરી કરવાની છે તે પોતે પસંદ કરી શકશે નહિ. જોકે, મૂળ ભાડુ વન-વે ૪૫ પાઉન્ડ અને રિટર્ન ૫૮ પાઉન્ડ છે.