Advanced search


નારીવાદી ડો. તૃપ્તિ શાહનું અવસ...

જાણીતા સહિયર (સ્ત્રી સંગઠન)ના સ્થાપકોમાંના એક, નારીવાદી કાર્યકર ડો. તૃપ્તિ શાહનું ૨૬મી મેએ રાત્રે અવસાન થયું હતું. તેમના અંતિમસંસ્કાર બીજા દિવસે વડોદરામાં કરવામાં આવ્યા હતા. સ્વ. તૃપ્તિ શાહને છેલ્લા દોઢ વર્ષથી ફેફસાંનું કેન્સર હતું. નાદુરસ્ત હોવા છતાં તેઓ સતત કર્મશીલ તરીકે પોતાનું કાર્ય કરી રહ્યાં હતાં. તૃપ્તિબહેનની છેલ્લા ૧૫ દિવસથી તબિયત વધુ બગડતાં તેઓ પોતાના કાર્યમાં સક્રિય રહી શકયા નહોતાં.

મુખ્ય પ્રધાનના બહેન મંજુલાબહ

મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના નાના બહેન મંજુલાબહેન પટેલનું બ્રેઈન સ્ટ્રોક આવતાં નિધન થયું હતું. આ સમાચાર મળતાં આનંદીબહેન સ્વર્ણિમ સંકુલ ખાતે કલેક્ટર્સ કોન્ફરન્સ પૂરી કરી હોસ્પિટલ પહોંચ્યા હતા. આનંદીબહેને મંજુલાબહેનની દીકરીઓને તથા અમેરિકાથી આવેલા દીકરાને મંજુલાબહેનના અંગદાન માટે આગ્રહપૂર્વક સમજાવ્યા હતા અને મંજુલાબહેનના લીવર તથા કિડની તુરંત જ અન્યને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. 

vibrant gujarat

vibrant gujarat

rupala

rupala

સુરત મનપા દ્વારા ભારત દેશના પ્રથમ એવા ક્લાઈમેટ ચેન્જ ટ્રસ્ટની રચના કરાઈ છે. આ ટ્રસ્ટ છેલ્લાં પાંચ વર્ષથી સુરતના વિકાસ માટે કામ કરી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ વિષયે સિંગાપોરમાં આયોજિત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેન્ટ ચેન્જ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં પાંચ દિવસીય તાલીમ શિબિર માટે વિશ્વના અલગ અલગ દેશોમાંથી ઝડપથી વિકાસ પામતાં શહેરોની પસંદગી થઈ હતી જેમાં ભારત દેશમાંથી એક માત્ર સુરત શહેરની પસંદગી કરાઈ હતી.

ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા ‘ચેરમેન કો ફોન દે હમકો રૂ. ૨૫ કરોડ ચાહીએ’ તેવા ખંડણીના ધમકીભર્યા ફોન આણંદની GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીને મળી રહ્યા છે. ફોનનો સિલસિલો વધતાં આ મામલાની પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. 

સાઉથ આફ્રિકામાં યોજાતી સૌથી જૂની અને સૌથી મોટી કોમરેડ્સ મેરેથોનમાં સુરતના ૧૬ દોડવીરોએ ભાગ લીધો હતો. ૨૯મી મેએ યોજાયેલી આ મેરેથોન એક અલ્ટ્રા મેરેથોન દોડ હોય છે. જે દર વર્ષે સાઉથ આફ્રિકાના ક્વાઝુલુ - નાતાલ પ્રાંતમાં ડર્બન પીટરમેરીત્ઝબર્ગ વચ્ચે યોજાય છે. રેસ ડર્બનથી ‘અપ રન’ અને પીટર મેરીત્ઝબર્ગથી ડાઉન રન થાય છે. આ વર્ષે ડાઉન રન મેરેથોડ યોજાઈ છે. ૯૦ કિ.મી.ની આ મેરેથોન ૧૨ કલાકમાં પૂર્ણ કરવાની હોય છે.
ગત વર્ષે આ મેરેથોનમાં સુરતમાંથી એકમાત્ર લલિત પેરિવાલ જોડાયા હતા અને તેમણે ૧૧ કલાક ૪૪ મિનિટમાં મેરેથોન પૂર્ણ કરી હતી. તેમની પાસેથી પ્રેરણા મેળવીને ચાલુ વર્ષે સુરતમાંથી કુલ ૧૬ રનર આ સૌથી મુશ્કેલ મનાતી મેરેથોનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા.

Prema Subaskaran

Prema Subaskaran

CCTV

CCTV