Advanced search


વાતનું વતેસર

પાટનગરમાં ગયા સપ્તાહે સામાન્ય બોલાચાલી બાદ હુમલામાં એક આફ્રિકન યુવાનનું મોત નીપજતાં કોંગોમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. કોંગોમાં સ્થાનિક સમુદાયે બહોળી વસ્તી ધરાવતા ભારતીયોની માલિકીની દુકાનો પર હુમલા કરીને તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના સમાચાર ભારત પહોંચતા કેટલાક તોફાની તત્વોએ આફ્રિકન નાગરિકોને નિશાન બનાવીને તેમના રોષને વાચા આપી હતી.

આઈપીએલમાં હૈદરાબાદનો ‘સનરાઇઝ...

લાંબા અંતરાલ બાદ રંગ-રોમાંચ-રમતના સમન્વયસમાન આઇપીએલ ટી૨૦ ટૂર્નામેન્ટમાં નવા ચેમ્પિયનનો ઉદય થયો છે. રવિવારે રમાયેલી સિઝન-૯ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને આઠ રને હરાવીને ટાઇટલ જીતી લીધું છે. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ત્રીજી વખત રનર-અપ ટાઇટલથી સંતોષ માનવો પડ્યો છે. બેન કટિંગનો ઓલ રાઉન્ડ દેખાવ અને ડેથ ઓવર્સમાં બોલરોનું શાનદાર પ્રદર્શન હૈદરાબાદને વિજય પંથે દોરી ગયા હતા. 

નંબરવાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય, ૧૦૦ ટકા સક્સેસની ગેરંટી સાથે. વર્ષોથી આ પ્રયોગ કરીને ઘણા લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે.
સૌથી પહેલાં ડાબા હાથેથી ચશ્માની ડાબી દાંડી પકડો અને જમણા હાથથી જમણી દાંડી. હવે ધીમેથી ચશ્મા આગળની તરફ ખેંચો, ચશ્મા ઉતરી જશે. 
હવે થેન્ક્યૂ ના કહેતા હોં...

માતા તરફથી વારસામાં મળતી લાગણીશીલતા

મહિલાઓ અને ડિપ્રેશન અંગે અત્યાર સુધી એવો મત હતો કે મહિલાઓને તેમની માતા તરફથી ડિપ્રેશન મળે છે. તાજેતરમાં સંશોધકોએ જણાવ્યું કે, માત્ર ડિપ્રેશન કે અન્ય કોઈ માનસિક રોગ જ નહીં પણ લાગણીશીલતા તેમને તેમની માતા તરફથી જ મળે છે. સંશોધકો માને છે કે, મગજમાં રહેલું ચેતાતંતુઓનું વાયરિંગ, જોડાણ કે જેને કોર્ટિકોલિમ્બિક સિસ્ટમ કહેવાય છે તે લાગણીશીલતાને વારસાગત રીતે પહોંચાડતા હોય છે.

વર્ષ ૨૦૧૪માં ખરાબ હવામાનના કારણે ઓમાન અને ઈરાન વચ્ચે વહાણ અજાણતા ઈરાન દરિયાઈ સીમામાં દાખલ થઈ જતાં ઈરાની સતાવાળાઓ દ્વારા વહાણના ખલાસીઓ અને ક્રૂ મેમ્બર્સની ત્યારે અટક કરી લીધી હતી. હવે કચ્છના ખલાસીઓ ઉમર સાલેમામદ થૈમ, ઈબ્રાહિમ રઝાક અને સાજિદ ઈરાનના સુમરા બંદર અબ્બાસ નજીક આવેલા મિનાબ બંદરની જેલમાં છે. તાજેતરમાં ઈરાનની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ કચ્છના ખલાસીઓની મુક્તિ માટે રજૂઆત કરાઈ હતી.

સલમા આગાને લાઈફ ટાઈમ વિઝા અપાય...

પાકિસ્તાનમાં જન્મેલાં તથા ભારતમાં ફિલ્મ અભિનેત્રી - ગાયિકા તરીકે પ્રખ્યાત સલમા આગા તેઓ બ્રિટિશ નાગરિક છે. હવે તેમને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ મળશે. જેના થકી આગાને મલ્ટીપલ એન્ટ્રી એટલે કે આજીવન મુલાકાતી વિઝા મળશે.

Satsang organisation will host a Satsang Utsav on Saturday 4th June, 4 pm to commemorate the life and teachings Satsang founder Sri Sri Thakur Anukul Chandra at The Reading Hindu Temple, 112 Whitley Street, Reading, RG2 0EQ.

Satsang organisation will host a Satsang Utsav on Saturday 4th June, 4 pm to commemorate the life and teachings Satsang founder Sri Sri Thakur Anukul Chandra at The Reading Hindu Temple, 112 Whitley Street, Reading, RG2 0EQ.

charusat-main-gate

charusat-main-gate

CHETNA RANA

CHETNA RANA