ત્રાસવાદનો ગઢ ભારતની પડોશમાં છેઃ યુએસ કોંગ્રેસને સંબોધતા મોદી 09/06/2016 5:22 am Nilesh Parmar વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદને પોતાના ઐતિહાસિક સંબોધનમાં પાકિસ્તાનને આતંકવાદનો ગઢ ગણાવતા કહ્યું હતું કે જે લોકો રાજકીય લાભ ખાટવા માટે આતંકવાદને પોષી રહ્યા છે એમને વ્હાઈટ હાઉસે સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપવો જોઈએ. આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. ભારત સહઅસ્તિત્વમાં એટલે કે સાથે જીવવામાં અને સાથે આગળ વધવામાં માને છે. સંસદના બન્ને ગૃહની સંયુક્ત બેઠકને અંગ્રેજી ભાષામાં સંબોધન કરતા મોદીએ ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી વિશ્વને શું આપી શકે છે તેનો ઉલ્લેખ કરવાની સાથોસાથ સુરક્ષા, આતંકવાદ, દ્વિપક્ષીય વેપાર અને પરસ્પરના આર્થિક હિત સહિતના મુદ્દા છેડયા હતા. મોદીને તેમના ૪૬ મિનિટમાં પ્રવચનમાં નવ વખત સ્ટેન્ડિંગ ઓવેશન અપાયું હતું. વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીનું વિદેશની સંસદમાં આ દસમું સંબોધન હતું.
યુપીની ચૂંટણી જીતવાનો વ્યૂહ અમિત શાહે સાળંગપુરમાં ઘડ્યો? 09/06/2016 5:26 am Khushali Dave ઉત્તર પ્રદેશ વિધાનસભાની માર્ચ ૨૦૧૭માં આવી રહેલી ચૂંટણીના સંદર્ભે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે છ જૂને નિવેદન કર્યું હતું કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અયોધ્યામાં રામમંદિર બનાવવાનો મુદ્દો એજન્ડા પર હશે. આ નિવેદન બાદ તુરંત તેઓ ગુજરાત આવ્યા છે અને સાળંગપુર હનુમાન મંદિર ખાતે તેઓ લાંબુ રોકાણ કરીને કેટલાંક સંતો સાથે ચર્ચા કરી રહ્યાં છે. રાજકીય વર્તુળો કહે છે કે, અહીં કેટલાક સંતો સાથે રામમંદિર અંગે શું કરવું જોઈને તે અંગે ગુપ્ત એજન્ડા સાથે સંતો સાથે ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરે તેવી સંભાવના છે.
૪૦ વર્ષીય શિક્ષિકા ૧૬ વર્ષીય વિદ્યાર્થી સાથે છૂ 09/06/2016 5:44 am Khushali Dave વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષીય કિશોર ધોરણ ૧૦માં નાપાસ થયો હતો. તેથી તેના પરિવારે તે બીજી વખત પરીક્ષા આપી ધોરણ ૧૦માં પાસ થાય તેનું અલગ અલગ વિષયમાં ટ્યૂશન બંધાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાનમાં પોતાની સોસાયટી નજીક રહેતી વર્ષીય મૈત્રી (નામ બદલ્યું છે) નામની શિક્ષિકા પાસે તેનું ટ્યૂશન બંધાવ્યું હતું. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ થતાં બંને ભાગી ગયા હતા. મોબાઇલ ડિટેઇલ પરથી બંનેની ભાળ મળી.
વરસાદ માટે ધીરજનાં ફળ મીઠાં હશે 09/06/2016 5:36 am Khushali Dave આ વર્ષના વરસાદ માટે વર્ષાવિજ્ઞાનના જાણકારો કહે છે કે, જૂન મહિનામાં છેલ્લાં અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદનાં આગમનની સંભાવના છે. સામાન્ય કરતાં પણ થોડો વધુ વરસાદ થાય. સામાન્ય રીતે પ્રથમ વરસાદ મોડો થાય તો સરેરાશ કરતાં ઓછો વરસાદ પડતો હોય છે, પણ આ વખતના વિવિધ વરતારા કહે છે કે ખેંચાયા પછી પણ ચોમાસું તો સારું જ થશે.