ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૧ જુલાઈથી ચાર ટેસ્ટની સિરીઝ 10/06/2016 7:33 am Nilesh Parmar વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ભારત સામે આવતા મહિને યોજાનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટીમ ઇંડિયા છ જુલાઈના રોજ વિન્ડીઝ જવા રવાના થશે. ૨૧મી જુલાઈથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝ અગાઉ ભારતીય ટીમ બે પ્રેક્ટિસ મેચ રમશે.
સેરેના વિલિયમ્સઃ સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડી 10/06/2016 7:44 am Nilesh Parmar મહિલા ટેનિસની નંબર-વન ખેલાડી સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીતવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હોવા છતાં તે બીજા નંબરે રહી હતી, પરંતુ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ‘ફોર્બ્સ’ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સેરેના વિલિયમ્સ રશિયાની મારિયા શારાપોવાને પછાડી ટોચના સ્થાને પહોંચી ગઈ છે.