Brexit 13/06/2016 5:23 pm Urja Patel On 19th Feb. PM Cameron achieved a special status that entitles the UK to:
ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકાયો?ઃ મોદીના નાણાકીય સુધારાની પેનલચર્ચા 14/06/2016 4:56 am Achyut Sanghavi ધ સિટી ઓફ લંડન કોર્પોરેશન અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના યજમાનપદે સિટી ઓફ લંડન એડવાઈઝરી કાઉન્સિલ ફોર ઈન્ડિયાના સભ્યો સાથે ગુરુવાર, બીજી જૂને ઓલ્ડ લાઈબ્રેરી, ગિલ્ડહોલ ખાતે પેનલચર્ચાનું આયોજન કરાયું હતું. ચર્ચાના સભ્યોમાં રાજીવ લુથરા (લુથરા એન્ડ લુથરા લો ઓફિસીસ), સ્ટુઅર્ટ મિલ્ને (HSBC), ઝીઆ મોદી (AZB એન્ડ પાર્ટનર્સ), નાસીર મુનજી (ડેવલપમેન્ટ ક્રેડિટ બેન્ક), રવિ નારાયણ ( NSE ઈન્ડિયા) અને દીપક પારેખ (HDFC ગ્રૂપ)નો સમાવેશ થયો હતો. આ ચર્ચાનું સંચાલન ચાવીરૂપ ઈન્ટરનેશલ ફાઈનાન્સિયલ સેન્ટર અને લંડનને અસરકર્તા પોલિસી મુદ્દાઓના અગ્રણી કેન્દ્ર સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન માર્ક બોલેટે કર્યું હતું. ચર્ચામાં મોદી સરકારના રીફોર્મ એજન્ડા વિશે ભારતીય હાઈ કમિશન અને ફાઈનાન્સિયલ સેક્ટરના નિષ્ણાતોના મત સ્પષ્ટ થયા હતા.