સ્વામીનારાયણ હિન્દુઈઝમ વિશે પુસ્તકનું લોકાર્પણ 14/06/2016 4:56 am Achyut Sanghavi યુએસની વાબાશ કોલેજમાં હ્યુમનિટિઝમાં લાફોલેટ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર રેમન્ડ બ્રેડી વિલિયમ્સે બીજી જૂને લંડનની કિંગ્સ કોલેજ ખાતે ‘સ્વામીનારાયણ હિન્દુઈઝમ-ટ્રેડિશન, એડપ્ટેશન એન્ડ આઈડેન્ટિટી’ પુસ્તકના લોકાર્પણ વેળાએ કહ્યું હતું કે, લોકશાહી અને શાંતિમય સમાજનું નિર્માણ જ્ઞાન અને આશા થકી જ થઈ શકે. રેમન્ડ બ્રેડી વિલિયમ્સ અને યોગી ત્રિવેદી દ્વારા સંપાદિત પુસ્તકમાં કોમ્યુનિટીની વિવિધ શાખાના સાધુ-સંતો, વિદ્વાનો અને અન્ય લેખકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયના ઈતિહાસ, ધર્મશાસ્ત્ર અને સાહિત્ય, કળા અનેસ્થાપત્ય અને આંતરરાષ્ટ્રીય વિકાસ આંદોલનો સંબંધિત વિભાગોમાં સુસંગત અને નવી માહિતીનો સમાવેશ કરાયો છે.
યોગીજી મહારાજની જન્મજયંતી ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ 14/06/2016 4:56 am Achyut Sanghavi ભગવાન સ્વામીનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની જન્મજયંતીની તા. ૨ જૂન ૨૦૧૬ (હિંદુ પંચાંગ મુજબ વાસ્તવિક જન્મતિથિ) અને ફરીથી ૪ જૂન ૨૦૧૬ના રોજ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી. યોગીજી મહારાજનો જન્મ ગુજરાતના ધારી ગામમાં ૨૩ મે ૧૮૯૨ના રોજ થયો હતો. તેમના પવિત્ર અને ભક્તિપૂર્ણ જીવન અને દિવ્ય વ્યક્તિત્વે યુવાનો અને વયોવૃદ્ધ સહિત તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
સાત વર્ષના સ્ટીવને ૨૪ કલાકમાં ત્રણ પર્વત ચડવાનો વિક્રમ સર્જ્યો 14/06/2016 4:56 am Achyut Sanghavi લેંકેશાયરના ઓસ્વાલ્ડટ્વિસ્ટલના સાત વર્ષીય સ્ટીવન બ્રાઉને ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ અને વેલ્સ એમ ત્રણ દેશોના સૌથી ઊંચા પર્વતો ચડીને વિક્રમ રચ્યો છે. પ્રાઈમરી સ્કૂલના ચાર ફૂટથી સહેજ ઊંચા વિદ્યાર્થીએ બેન નેવિસ, સ્કાફેલ પાઈક અને સ્નોડનની કુલ ૩,૪૦૮ મીટરની ઊંચાઈનું ચઢાણ કર્યું હતું.
Celebrating our Fathers 14/06/2016 6:58 am Urja Patel Father's Day is a celebration honoring fathers and celebrating fatherhood, paternal bonds, and the influence of fathers in society. Many countries celebrate it this year on Sunday 19th June, though it is also celebrated widely on other days by many other countries. Here are some ideas on how to treat your dad this Father’s Day and range from days out with the family to personal gifts that surpass the usual mugs one finds already in the cupboard.