Gandhi revisits the Royal Opera House in Mumbai after 81 years with an Untold Story in Indian History 23/12/2016 5:08 am Anand Pillai The newly refurbished and iconic Royal Opera House in Mumbai - the oldest and only surviving Opera House in all of India - witnessed the convergence of history, heritage, culture and spirituality. Corporate, social and political leaders, distinguished celebrities from the film and theatre industry, and members of the media fraternity, came together for the Hindi Premiere of Yugpurush - Mahatma ke Mahatma on 18th December in the presence of Pujya Gurudevshri Rakeshbhai, Visionary and Founder of Shrimad Rajchandra Mission Dharampur.
• સ્કૂલમાં બાળકની રજાઓ મુદ્દે અપીલની મંજૂરી 31/12/2016 3:41 am Achyut Sanghavi સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટિસની પેનલ દ્વારા સ્કૂલની ટર્મમાં અધવચ્ચે બાળકને રજાઓ માણવા લઈ જવાના મુદ્દે ફાઈનલ અપીલ કરવા આઈલ ઓફ વાઈટ કાઉન્સિલને મંજૂરી આપી છે. આ કાનૂની યુદ્ધ સમગ્ર યુકેના બાળકો, માતાપિતા અને શાળાઓ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. બાળકોને અસામાન્ય સંજોગો સિવાય શાળામાંથી રજા આપવામાં આવતી નથી પરંતુ, જોન પ્લાટે પોતાની પુત્રીને રજાઓ માણવા લઈ જવાના કેસમાં તેની હાજરીના સારા રેકોર્ડ્સને આગળ ધરી મેજિસ્ટ્રેટ કોર્ટ અને હાઈ કોર્ટમાંથી સફળ ચુકાદા હાંસલ કર્યા હતા. જોકે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સમર્થન સાથે કાઉન્સિલે અપીલની મંજૂરી માગી હતી. નવા વર્ષના પૂર્વાર્ધમાં અપીલની સુનાવણી થઈ શકે છે.
• અંડાશયના પ્રત્યારોપણથી બાળકને જન્મ આપ્યો 31/12/2016 3:41 am Achyut Sanghavi તબીબી ચમત્કાર કહી શકાય તેવી એક ઘટનામાં એક મહિલા માતા બની હતી. દુબઈની ૨૪ વર્ષીય મોઅઝા અલ મતૃષી જન્મથી થેલેસેમિયાથી પીડાતી હતી. ડોક્ટરોએ તે ૯ વર્ષની હતી ત્યારે તેનું જમણું અંડાશય કાઢી નાંખ્યુ હતું. વર્ષો સુધી તેને સાચવી રખાયું હતું. ગયા વર્ષે તેના શરીરમાં તે અંડાશયનું પ્રત્યારોપણ કરાયા પછી તે પુનઃ કાર્યરત થયું હતું. આઈવીએફની સફળ સારવાર બાદ ગત ૧૩ ડિસેમ્બરે તેણે લંડનની પોર્ટલેન્ડ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. અંડાશયના પ્રત્યારોપણ બાદ તેમાં અંડકોષોને ફલિત કરાયા હતા. મતૃષી આ રીતે બાળકને જન્મ આપનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે.
• દવાની કિંમતોના અંકુશ બિલને ઉમરાવોનો આવકાર 31/12/2016 3:41 am Achyut Sanghavi ડ્રગ્સ કંપનીઓ દ્વારા NHSની દવાઓની કિંમતો અચાનક વધારી શકે નહિ તેવા નવા અવરોધક હેલ્થ સર્વિસ મેડિકલ સપ્લાઈઝ (કોસ્ટ્સ) બિલને ઉમરાવોએ આવકાર આપ્યો છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં આ બિલને બીજા વાચનમાં પસાર કરાયું હતું. કોમન્સમાં આ બિલ પસાર કરી દેવાયું છે. હવે કમિટી દ્વારા તેના પર ચર્ચા કરાશે. ધ ટાઈમ્સના ઈન્વેસ્ટિગેશનમાં પ્રાઈસિંગ નિયમોમાં ખામીનો ડ્રગ્સ કંપનીઓ કેવી રીતે દુરુપયોગ કરે છે તેનો ઘટસ્ફોટ કરાયો હતો. આ ખામીઓના કારણે કંપનીઓ દવાની કિંમતોમાં ૧૨,૫૦૦ ટકા સુધી નાટ્યાત્મક વધારો કરી દેતી હતી.
• ગ્રાન્ડચિલ્ડ્રનની સંભાળથી આવરદામાં પાંચ વર્ષ વધે 31/12/2016 3:41 am Achyut Sanghavi પોતાના ગ્રાન્ડચિલ્ડ્રનની દેખરેખ રાખતા વયોવૃદ્ધ લોકોની આવરદામાં પાંચ વર્ષ જેટલો વધારો થતો હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. આ તારણ પોતાના પરિવારમાં બાળકોની કાળજી રાખતાં ગ્રાન્ડપેરન્ટ્સને જ લાગુ પડતું નથી. સમાજસેવા નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વૃદ્ધોની આવરદામાં પણ સરેરાશ ત્રણ વર્ષની વૃદ્ધિ થાય છે. ગ્રાન્ડચિલ્ડ્રનની કદી સારસંભાળ નહિ લેનારા વૃદ્ધોથી વિપરીત કદી કદી પણ આવી સહાય આપનારા ૭૦-૧૦૩ વયજૂથના ૫૦૦થી વધુ સ્વિસ અને જર્મન વૃદ્ધોને અભ્યાસમાં સાંકળી લેવાયા હતા.
• ગ્રામીણ વિસ્તારમાં સુપરફાસ્ટ બ્રોડબેન્ડ 31/12/2016 3:41 am Achyut Sanghavi અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં વધારાના ૬૦૦,૦૦૦ ઘર અને બિઝનેસીસને ૪૪૦ મિલિયન પાઉન્ડ ખર્ચીને સુપરફાસ્ટ બ્રોડબેન્ડ સુવિધા આપવામાં આવશે. યુકેની ૧૦ લાખ પ્રોપર્ટી આ સુવિધાથી વંચિત છે. બ્રિટિશ ટેલિકોમ દ્વારા વર્ષોના ભારે વિલંબના પગલે તેની પાસેથી ૨૯૨ મિલિયન પાઉન્ડ પાછા મેળવાયા છે. યુકેના ૯૦ ટકાથી વધુને હવે 24Mbps સુપરફાસ્ટ બ્રોડબેન્ડ મળશે અને ૨૦૨૦ સુધીમાં આ ટકાવારી ૯૭ ટકાની થશે, જે ૨૦૨૦માં ૪૫ ટકાની હતી. સુપરફાસ્ટ બ્રોડબેન્ડ સુવિધાથી પરિવારો એક સાથે અનેક ટેલિવિઝન પર કાર્યક્રમો નિહાળી શકશે તેમજ પેરન્ટ્સ દ્વારા ઓનલાઈન બેન્કિંગ અને શોપિંગ કરવાની સાથે બાળકો હોમવર્ક પણ કરી શકશે.