IS puts bounty on woman who quit graduation to fight it 21/12/2016 8:26 am Mitul Paniker Terrorist group ISIS has reportedly offered a reward of $1 million to kill a Kurdish-Danish woman who has been fighting against it as part of Kurdish forces.
IS claims responsibility for Berlin attack 21/12/2016 9:00 am Mitul Paniker The deadly attack on the popular Christmas market near the Kaiser Wilhelm Memorial Church in the centre of West Berlin has been freshly claimed by terrorist organisation the Islamic State. The group's Amaq news agency called the man seen fleeing from the truck as a "soldier of the Islamic State" who "carried out the attack in response to calls for targeting citizens of the Crusader coalition."
વિદેશમાં વસવા છતાં NRGઓનું દેશનાં આર્થિક સામાજિક વિકાસમાં મહત્ત્વનું યોગદાનઃ ગવર્નર 21/12/2016 8:40 am Khushali Dave ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બિનનિવાસી ગુજરાતી કમિટીના સંયુક્ત ઉપક્રમે એનઆરજીઓનું સંમેલન ૧૩મી ડિસેમ્બરે યોજાયું હતું. આ સંમેલનમાં એનઆરજીઓના ગુજરાતના વિકાસમાં યોગદાન અંગે ચર્ચા થઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં જીસીસીઆઈના પ્રમુખ બિપીનભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને અંતમાં સિનિયર ઉપપ્રમુખ શૈલેષ પટવારીએ મહેમાનોની આભારવિધિ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યના ગર્વનર ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે, બિનનિવાસી ગુજરાતીઓ વિદેશમાં વસવા છતાં ગુજરાત સાથે સતત સંકળાયેલા રહે છે. તેઓ દેશ અને રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે તેમનાથી બનતું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.
વ્લાદિવોસ્તોકના કૃષ્ણભક્તોએ અનેક અવરોધો વચ્ચે મંદિરનું નિર્માણ કર્યું 21/12/2016 8:32 am Khushali Dave રશિયાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વ્લાદિવોસ્તોક શહેરના ભગવાન કૃષ્ણના ૮૫થી વધુ ભક્તોએ અનેક અવરોધો વચ્ચે સહેજ પણ હિંમત હાર્યા વગર ISKCON મંદિર બાંધ્યું છે. એક મિલિયન ડોલરથી વધુના ખર્ચે તૈયાર થયેલુ મંદિર ૨૦૧૪માં ખૂલ્લું મૂકાયું હતું. વ્લાદિવોસ્તોક શહેર ચીન અને ઉત્તર કોરિયા સાથેની રશિયાની સરહદથી થોડા અંતરે આવેલું પોર્ટ સિટી છે. ત્યાં ઈસ્કોનનું પહેલું સેન્ટર ભાડાના મકાનમાં હતું. બીજા સેન્ટરના બિલ્ડીંગનું નવીનીકરણ કર્યું. પરંતુ, સ્થાનિક સરકારે તે પ્રોપર્ટી પાછી લઈ લીધી. તેથી તેમણે ફરી બીજા સ્થળની શોધ શરૂ કરી.