Advanced search


WOW! Samantha as Nadigaiyar Thilagam...

One of the most sought after actresses in the South, Samantha has ‘Irumbu Thirai’ with Vishal and Arya and ‘Aneethi Kathaigal’ with Vijay Sethupathi apart from a few Telugu biggies

French actor Kev Adams bowled over by Kangana copy

French actor Kev Adams bowled over by Kangana copy

AR Rahman in Oscar race once again copy

AR Rahman in Oscar race once again copy

આજ્ઞાચક્રને ચાર્જ કરવાનો આઈડ

શાસ્ત્રોમાં પણ સ્ત્રીના સોળ શણગારમાં ચાંલ્લાનો સમાવેશ થાય છે. જોકે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ અને પુરુષો સૌને માટે ચાંલ્લો કરવાની મૌલિક ટ્રેડિશન છે. ચાંલ્લો માત્ર સ્ત્રીઓ જ નથી કરતી, પુરુષો પણ કરતા હોય છે. એક હકીકત એવી પણ છે કે કપાળની વચ્ચે, બે ભૃકુટિની મધ્યમાં આજ્ઞાચક્ર છે. ત્યાં ચાંલ્લો કરવા નિમિત્તે આંગળી કે અંગૂઠા વડે જરાક દબાણ થતાં એ આજ્ઞાચક્ર ચાર્જ થાય છે એવું આપણા યોગશાસ્ત્રો કહે છે. દરરોજ ચાંલ્લો કરવા નિમિત્તે આજ્ઞાચક્રને ચાર્જ કરવાનો મહિમા છે. વિજ્ઞાનની કેડીએ ચાલતાં પશ્ચિમના દેશોમાં આ સત્ય કોઈ નહીં જાણતું હોય, કદાચ એટલે તે લોકો ચાંલ્લો કરવાની પરંપરા ધરાવતા નથી.

નોકરીની ઓફર સ્વીકારવા છતાં છેલ્લી ઘડીએ વધુ સારી ઓફર મળવાથી નોકરી પર નહિ જોડાનારા ગ્રેજ્યુએટ્સ સામે બ્લેકલિસ્ટ થવાનું જોખમ છે. કેટલાંક તો નોકરી શરૂ કરવાના આગલા દિવસે જ પીછેહઠ કરે છે. એમ્પ્લોયમેન્ટ બજારમાં આવા વર્તન સામે ચિંતા વ્યક્ત કરાઈ છે. એક વખત નોકરી સ્વીકાર્યા પછી નવી ઓફર્સ અને ઈન્ટર્વ્યૂનો ઈનકાર કરવાનો રહે તેવા નિયમોની માગણી રીક્રુટર્સ કરી રહ્યા છે. એમ્પ્લોયર્સ કહે છે કે એક વખત સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ જોબ લેખિતમાં સ્વીકારે તેને કરાર ગણી તે નોકરી સ્વીકારવાની ફરજ પડાવી જોઈએ.

NHSના વડા સિમોન સ્ટીવન્સે પરિવારોને તેમના આહારની આદતો બદલવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પેરન્ટ્સે તેમના બાળકો માટે ‘કડક પ્રેમ’ દાખવવો જોઈએ અને તેમને ન્યૂ યર ડાયેટ પર મૂકવા જોઈએ. હેલ્થ સર્વિસ દ્વારા ૫૦,૦૦૦ લોકોને ડાયેટ પર મૂકવાની યોજના જાહેર કરી છે. નવી રાષ્ટ્રીય પહેલ અનુસાર વધુ વજનના કારણે ડાયાબિટીસના જોખમમાં આવતાં લોકોને ‘લાઈફસ્ટાઈલ કોચિંગ’, રસોઈકળાના ક્લાસીસ અને ફીટનેસ સેશન્સની ઓફર કરાશે. બે તૃતીઆંશ વયસ્કો અને નાના બાળકોના ત્રીજા ભાગ સહિત બ્રિટનનું મેદસ્વીતા સ્તર સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ છે.

ડેસ્ક પર બેસીને કામ કરવાની કાર્યશૈલીની સંસ્કૃતિ અને પારિવારિક દબાણોનાં કારણે મધ્યમ વયના ૧૦માંથી આઠથી વધુ વયસ્ક લોકોનું આરોગ્ય ગંભીરપણે જોખમી બની રહ્યું હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. હેલ્થ સર્વે ફોર ઈંગ્લેન્ડના આંકડા અનુસાર ૪૦-૬૦ વયજૂથના ૮૩ ટકા લોકો વધારે પડતું ખાય છે, ઓવરવેઈટ છે અથવા પૂરતી કસરત કરતાં નથી. આ વયજૂથના ૭૭ ટકા પુરુષ અને ૬૩ ટકા સ્ત્રીઓ સ્થૂળ કે ઓવરવેઈટ છે. ગત બે દાયકામાં સ્થૂળતા દર ૧૬ ટકા વધી ગયો છે.

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કામના સ્થળે વધુ સ્ટ્રેસ અનુભવવો પડતો હોવાનું હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવના સત્તાવાર આંકડા જણાવે છે. સ્ત્રી કર્મચારીઓએ તેઓ પુરુષોના જેટલાં જ કાર્યક્ષમ હોવાનું પુરવાર કરવાનું, સારા મૂલ્યાંકન કે બઢતી નહિ મળવાનું, અસમાન વેતન અને ચોક્કસ રીતે દેખાવાની અપેક્ષાનું સતત દબાણ અનુભવવું પડે છે. ત્રણ વર્ષના ગાળામાં ૨૦૦,૦૦૦ પુરુષની સરખામણીએ ૨૭૨,૦૦૦ સ્ત્રીએ કાર્ય સંબંધિત સ્ટ્રેસ રહેવાની ફરિયાદ કરી હતી.

NHSની હોસ્પિટલો દ્વારા પેશન્ટ્સનું ધ્યાન રાખી સલામતીમાં સુધારો લાવી શકાય તે માટે રિપ્લેસમેન્ટ હિપ્સ, સર્જિકલ ટૂલ્સ અને દવાઓ પર બારકોડના સ્ટેમ્પ લગાવાઈ રહ્યાં છે. ભૂલો ટાળવા માટે ૧૨ મિલિયન પાઉન્ડના અભિયાનમાં આ નવી ટેકનોલોજી દાખલ કરાઈ છે. પેશન્ટને દાખલ કરાય ત્યાંથી તેની સારવાર પૂર્ણ થવા સુધી બારકોડના ઉપયોગથી તેની મૂવમેન્ટ્સ પર ધ્યાન રાખી શકાશે.

Bindi

Bindi