Kingfisher Villa in Goa fails to find takers, again 04/01/2017 5:45 am Mitul Paniker Yet another damp squib. The re-auction of embattled businessman Vijay Mallya's Goa property, Kingfisher Villa, saw no takers despite a reduction in reserve price by 5 per cent to £8.1 million by lenders
NRIને પ્રતિબંધિત ભારતીય ચલણી નોટો બદલવા ૩૦ જૂન સુધીની મર્યાદા 04/01/2017 5:16 am Achyut Sanghavi ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા NRIને જૂની નોટો બદલવા માટે સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ભારતનું નાગરિકત્વ ધરાવતા બિનનિવાસી નાગરિકો પણ ૯ નવેમ્બર, ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ વચ્ચે તેઓ દેશની બહાર ગયા હોવાનું ડેક્લેરેશન આપીને તેમની પાસેની રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની રદ થયેલી ચલણી નોટ્સ રિઝર્વ બેન્કમાં જમા કરાવી શકશે. તેમને રદ ચલણી નોટ્સ જમા કરાવવાની સવલત ૨ જાન્યુઆરી, ૨૦૧૭થી ૩૦ જૂન ૨૦૧૭ સુધી મળશે. રદ કરાયેલી જૂની ચલણી નોટ્સ ભારતીય નાગરિકને ૩૧ માર્ચ ૨૦૧૭ પછી અને બિનનિવાસી ભારતીય નાગરિકને ૩૦ જૂન ૨૦૧૭ પછી રાખવા દેવાશે નહિ. આ સમય મર્યાદા પછી જો કોઈ વ્યક્તિ પાસેથી રદ થયેલી ચલણી નોટ્સ મળી આવશે તો તેવા સંજોગોમાં તેને દંડ કરવામાં આવશે.
રણજિતસિંહ બોપારનની હલાલ ચિકન ફર્મ વિવાદના ઘેરામાં 04/01/2017 5:16 am Achyut Sanghavi દેશના મોરિસન્સ, આસ્ડા, ટેસ્કો અને સેઈન્સબરી સહિતના સુપરમાર્કેટ્સમાં પુરવઠો પૂરો પાડતી હલાલ ચિકન ફર્મ 1Stop Halal વિવાદમાં ઘેરાઈ છે. સફોકના આઈ ખાતે આવેલી હલાલ ચિકન ફર્મમાં કામદારોના ઝગડા પછી ખામીગ્રસ્ત ઈક્વિપમેન્ટના કારણે ચાર મહિનાના ગાળામાં બે અલગ ઘટનામાં કુલ ૮૧ પક્ષીનાં ઉકળતા પાણીમાં ખરાબ હાલતમાં મોત થયાં છે. આના પરિણામે ફર્મના ‘ચિકન કિંગ’ તરીકે પ્રસિદ્ધ માલિક રણજિતસિંહ બોપારનને ૮,૦૦૦ પાઉન્ડના દંડ ઉપરાંત, ૬,૦૦૦ પાઉન્ડ કોસ્ટ તરીકે ચુકવવા આદેશ કરાયો હતો. જોકે, બોપારા આ ફર્મના દેનિક કાર્ય સાથે સીધા સંકળાયેલા નથી.
‘પિન્કેસ્ટ પિન્ક’ રંગના વિવાદમાં ઘેરાયેલા શિલ્પી અનિશ કપૂર 04/01/2017 5:16 am Achyut Sanghavi મુંબઈમાં જન્મેલા એવોર્ડવિજેતા શિલ્પકાર અનિશ કપૂર ‘પિન્કેસ્ટ પિન્ક’ રંગના વિવાદમાં ઘેરાયા છે. વિશ્વના સૌથી ઘેરા કાળા રંગ Vantablack S-Vis નો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર મેળવનારા ૬૧ વર્ષીય કલાકારે નવા ઘેરા ગુલાબી રંગને ગેરકાયદે મેળવી નવો વિવાદ સર્જ્યો છે. કપૂર અથવા તેમના સહયોગીઓ આર્ટિસ્ટ સ્ટુઅર્ટ સેમ્પલ દ્વારા વિકસાયેલો નવો ગુલાબી (PINK) રંગ મેળવી ના શકે તે માટે આ રંગના ખરીદારોએ કાનૂની ડેક્લેરેશન પર સહી કરવાની રહે છે.
૨૦૧૭ના આરંભે બ્રિટનમાં જન્મેલી પ્રથમ બાળકી એલિના 04/01/2017 5:16 am Achyut Sanghavi સમગ્ર વિશ્વ આપણા સંતાનનો જન્મને ઉજવતું હોય તો કેવો આનંદ થાય? આવો જ આનંદ બર્મિંગહામ સિટી હોસ્પિટલમાં જન્મેલી ભારતીય બાળકી એલિના કુમારીના માતાપિતા ભારતીદેવી અને અશ્વનિકુમાર અનુભવી રહ્યાં છે. આનંદ બેવડાવાનું મુખ્ય કારણ એ પણ છે કે એલિના યુકેમાં ૨૦૧૭ના નવા વર્ષમાં જન્મેલી પ્રથમ બાળકી છે. બિગ બેન ટાવરમાં મધરાત્રિએ નવા વર્ષના આગમનને વધાવતા ટકોરાં વાગ્યાની એક મિનિટ પછી એટલે કે ૦૦.૦૧ કલાકે એલિનાએ પોતાનાં નવજીવનનો ઘંટનાદ આરંભ્યો હતો.
Italy to bail out world's oldest bank 04/01/2017 5:45 am Mitul Paniker Italian government has decided to bail out Monte dei Paschi di Siena, after the world's oldest bank failed to secure backing from private investors.