Advanced search


Ranjit Singh Boparan

Ranjit Singh Boparan

મનજિન્દરને સમલિંગી હોવાની લા

પોતે સમલિંગી હોવાની જાણ માતાપિતાને કરવી ઘણી મુશ્કેલ છે અને જો તમે શીખ હો તો વધુ મુશ્કેલ બને છે. તમે છોકરા હો કે છોકરી, પરંપરાગત પરિવારમાં બાળપણથી જ ચોક્કસ રીતે વર્તવાનું કહેવાય છે. જો તમે શીખ છોકરી હો તો તમારે રસોઈ કરવાનું શીખવું પડે કારણકે તમારી પતિની એવી અપેક્ષા રહે છે. જો તમે શીખ છોકરો હો તો તમારે પત્ની અને બાળકો માટે કમાણી કરતા શીખવાનું રહે છે. આવા સંજોગોમાં તમે તેમ વર્તો નહિ અને સમાન સેક્સના કોઈ પાત્ર સાથે પ્રેમમાં પડી જાવ તો શું થાય? બર્મિંગહામના ૨૯ વર્ષીય સમલિંગી શીખ કર્મશીલ મનજિન્દર સિંહ સિધુ સાથે આમ જ થયું હતું. તેની સાચી લાગણીઓ બહાર લાવવામાં તેને વર્ષો વીતી ગયા હતા. તેણે પોતે ગે નથીનું સતત રટણ કરી પોતાને બ્રેઈનવોશ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.

હું તો પરિવારોને એકત્ર રાખું છ...

બ્રિટનમાં પોલિગેમી અથવા તો બહુપત્નીત્વ ગેરકાયદે હોવાં છતાં સૌપ્રથમ પોલિગેમી મેરેજ વેબસાઈટ સ્થાપનારા આઝાદ ચાયવાલાએ જાણે બહુપત્નીત્વને સામાન્ય બનાવવાનું બીડું ઝડપ્યું હોય તેમ ત્રીજી મેરેજ વેબસાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સન્ડરલેન્ડના ૩૪ વર્ષીય યુવા એન્ટ્રેપ્રીન્યોર આઝાદે સ્થાપેલી SecondWife.com અને Polygamy.com વેબસાઈટોને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે.

સરકારની તમામ ઓનલાઈન કાર્યો પર...

યુકે સરકાર નવા 'Snooper's Charter' હેઠળ તમારી તમામ ઓનલાઈન કામગીરી પર નજર રાખતી થશે. નવેમ્બર મહિનામાં પસાર કરાયેલા અને ટીકાકારો દ્વારા પ્રાઈવસી પર આક્રમણ સમાન ગણાવાયેલા ઈન્વેસ્ટિગેટરી પાવર્સ બિલને શાહી મંજૂરી પણ મળી છે. સરકારે આ સત્તાઓ ત્રાસવાદ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે લડવા માટે આવશ્યક હોવાનું ગણાવ્યું છે. એપ કંપનીઓએ એક વર્ષ સુધી ડેટા જાળવી રાખવો પડશે અને પોલીસ તમારા ફોનનું હેકિંગ પણ કરી શકશે. લોર્ડ્સ દ્વારા આ બિલમાં સુધારાનો પ્રયાસ થયો હતો પરંતુ, સાંસદોએ સુધારા ફગાવી દીધા હતા.

મેટલ ટાયકૂન સંજીવ ગુપ્તા એલ્ય

ભારતીય મૂળના મેટલ ટાયકૂન સંજીવ ગુપ્તાએ હજારો નોકરીઓ અને સાઈટને બચાવવાની સમજૂતીના ભાગરૂપે બ્રિટનના છેલ્લાં એલ્યુમિનિયમ ગળતર પ્લાન્ટમાં ૧૨૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગુપ્તાનું લિબર્ટી હાઉસ અને તેમના પિતાની સીમેક કંપની વેસ્ટર્ન સ્કોટિશ હાઈલેન્ડમાં લોચાબેરસ્થિત પ્લાન્ટ તથા તેને વીજળી પૂરી પાડતા બે હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્લાન્ટ્સ ખરીદવા અંદાજે ૩૩૦ મિલિયન પાઉન્ડ ચૂકવશે.

It was a good end to the day for Heena Sidhu as she clinched the women's 10m air pistol gold with a new national final record at the 60th National shooting championships at Shiv Chhatrapati sports complex in Balewadi, Pune