કાળા હરણ શિકાર કેસમાં ધોળું સત્ય સમજવા જજે સલમાનને ૫૮ પ્રશ્નો પૂછ્યાં 27/01/2017 7:05 am Khushali Dave વર્ષ ૧૯૯૮માં ચિંકારાના શિકાર મામલે બોલિવૂડ સુપરસ્ટર સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેએ ૨૭મીએ જોધપુર કોર્ટમાં હાજર થઈને પોતાના નિવેદનો નોંધાવ્યા છે. સલમાન સહિત પાંચ સ્ટાર્સ સાથે વાતચીતમાં કોર્ટે કુલ ૫૮થી વધુ સવાલ કર્યા હતા. નિવદનોના આધારે તૈયાર સવાલોના જવાબ કોર્ટે સ્ટાર્સ પાસે માગ્યા હતા. બધા સવાલોના જવાબ બાદ કોર્ટે સલમાનને આ મામલે નિર્દોષ જાહેર કર્યો છે. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે, સલમાને બધા સવાલોના ખૂબ જ શાંતિથી જવાબ આપ્યા હતા. એમણે કહ્યું કે સલમાનને કુલ ૫૮ સવાલ પૂછવામાં આવ્યા હતા.
Eight Gujaratis to get Padma Awards 27/01/2017 7:04 am Mitul Paniker Eight Gujaratis have figured on the long list of Padma awardees declared by the government on January 25, a day prior to the Republic Day.
સર્જિકલ સ્ટ્રાઇકના ૧૯ જવાનોને વીરતા ચંદ્રક 27/01/2017 6:08 am Khushali Dave પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર સ્ટ્રાઇકમાં સામેલ ૪ અને ૯ પેરાટ્રૂપર્સના ૧૯ જવાનોને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા ચંદ્રકથી સન્માનિત કરાયા હતા. તેમાં એક કીર્તિચક્ર છે જ્યારે કમાન્ડિંગ અધિકારીઓને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા હતા. ૪ પેરાટ્રૂપર્સના મેજર રોહિત સૂરીને શાંતિ કાળના બીજા સૌથી મોટા સન્માન કીર્તિચક્ર માટે પસંદ કરાયા હતા. ગોરખા રાઇફલ્સના હવાલદાર પ્રેમબહાદુર રેશમીને મરણોપરાંત કીર્તિચક્રથી નવાજવામાં આવ્યા હતા.
• ૮,૦૦૦ લિન્ક ATM નાણાઉપાડ માટે ચાર્જ લગાવશે 28/01/2017 6:36 am Achyut Sanghavi યુકેના ૯૭ ટકા કેશ મશીન્સ નાણાઉપાડ માટે ચાર્જ વસૂલતાં નથી પરંતુ ૮,૦૦૦ જેટલા ATM હવે બંધ કરવા કે ખસેડવા પડે તેવી સ્થિતિમાં છે, જેના દ્વારા વાર્ષિક ૧૪.૭ બિલિયન પાઉન્ડના રોકડ વ્યવહારો થાય છે. લંડન, બેલફાસ્ટ, બર્મિંગહામ, કાર્ડિફ, ગ્લાસગો અને શેફિલ્ડ સહિતના શહેરોમાં આ મશીન્સ માટે ચાર્જ વસૂલાશે તેમ કહેવાય છે. લિન્ક કેશ મશીન્સ નેટવર્કના ૩૦થી વધુ સભ્યો નવી ચાર્જિંગ સિસ્ટમ અંગે સમજૂતી સાધવામાં નિષ્ફળ ગયા છે. યુકેના ૭૦,૦૦૦ કેશ મશીન્સમાંથી માત્ર ૧૬,૦૦૦ જ નાણાઉપાડ માટે ચાર્જ કરે છે, જ્યારે ૫૪,૦૦૦ મશીન્સ ફ્રી સેવા આપે છે. ગ્રાહકો દ્વારા સરેરાશ ૬૯ પાઉન્ડના ઉપાડ માટે ૧.૭૦ પાઉન્ડની ફી ચુકવાય છે.
• સરકારી કોન્ટ્રાક્ટ્સમાં બ્રિટિશ કંપનીઓને પ્રાથમિકતા 28/01/2017 6:36 am Achyut Sanghavi થેરેસા મેની ઔદ્યોગિક વ્યૂહનીતિ મુજબ સરકારી કોન્ટ્રાક્ટ માટે બીડિંગમાં બ્રિટિશ ઉદ્યોગોને પહેલા તક અપાશે. સરકારના પ્રોક્યોરમેન્ટ રુલ્સમાં થયેલા ફેરફારથી યુકે કંપનીઓ બ્રેક્ઝિટનો લાભ મેળવી શકશે. હાલના ઈયુ નિયમો મુજબ યુકેના સરકારી કામો માટે બોલી બોલવા તમામ ૨૮ દેશોને સમાન તક ફરજિયાત છે. બીજા ફેરફાર મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નાણાંના પ્રમાણમાં કામને બદલે જેનાથી પ્રાદેશિક અસમાનતા ઘટતી હશે તેના આધારે નિર્ણય લેવાશે.
Air India moves to Heathrow Terminal 2 30/01/2017 7:30 am Anand Pillai Air India, the national carrier of India in its 69th year of operations between London and India, has now achieved another milestone by moving to Heathrow Terminal 2: The Queen's Terminal, on January 25, 2017.