ટ્રમ્પનો ‘અંતિમવાદી’ અભિગમ 01/02/2017 5:12 am Mukesh Patel સાત મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ સામે હંગામી પ્રતિબંધ ફરમાવતા નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ સામે વિશ્વભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વૈશ્વિક હોબાળા છતાં પોતાના નિર્ણયમાં મક્કમ ટ્રમ્પે કહ્યું હતું કે ‘આ મુસ્લિમ સમુદાય પરનો પ્રતિબંધ નથી. અમેરિકા ઇમિગ્રન્ટ્સનો બનેલો ગૌરવવંતો દેશ છે. આ પ્રતિબંધ ધર્મની વાત નથી, ત્રાસવાદ સામે દેશને સુરક્ષિત રાખવાની વિચારણા સાથે લેવાયેલો નિર્ણય છે.’ ટ્રમ્પ વહીવટી તંત્રે ૨૭ જાન્યુઆરીએ જારી કરેલા આદેશમાં, જે સાત મુસ્લિમ દેશોના નાગરિકો પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમાં ઈરાન, ઇરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યમનનો સમાવેશ થાય છે. આ દેશના નાગરિકોને ૯૦ દિવસ સુધી વિઝા નહીં મળે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી આવતા શરણાર્થીઓ માટે પણ અમેરિકામાં પ્રવેશબંધી લાગુ કરાઇ છે. સરકારે બીજા જ દિવસે આદેશ અમલમાં મૂકી દેતાં આ પ્રતિબંધિત દેશોમાંથી આવેલા હજારો પ્રવાસીઓને વિઝા હોવા છતાં એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યા હતા.
વારંવાર ડાયાલિસિસ કરાવવામાંથી ત્રણ વર્ષમાં મુક્તિ 01/02/2017 5:28 am Mukesh Patel દુનિયાભરમાં લાખો લોકો કિડનીની બીમારીથી પરેશાન છે. આ દર્દીઓએ ક્યાં તો બીજાની કિડનીનું પ્રત્યારોપણ કરાવવું પડે તેમ છે અથવા તો ડાયાલિસિસ કરતા રહીને જીવન ગુજારવું પડે. ડાયાલિસિસમાં ઘણો સમય જાય અને તેમાં પીડા ભોગવવાની સાથે માથે ખર્ચ પણ વધતો રહે છે. એક વખત ડાયાલિસિસ થાય એટલે આખી જિંદગી ડાયાલિસિસના સહારે જ જીવવું પડે છે. ડાયાલિસિસ બંધ થાય એટેલ મૃત્યુ ભરખી જાય જ જાય. જોકે ભવિષ્યમાં આવા લોકોના જીવન બચી જાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. વિજ્ઞાનીઓને આશા છે કે ૨૦૨૦ સુધીમાં કૃત્રિમ કિડની મળતી થઈ જશે.
મને રણબીરની એકેય ફિલ્મ જોવી ગમતી નથી: રિશિ 01/02/2017 5:42 am Mukesh Patel અભિનેતા રિશિ કપૂરની બાયોપિક નોવેલ ‘ખુલ્લમ ખુલ્લા અનસેન્સર્ડ’નું તાજેતરમાં જ લોન્ચિંગ થયું છે. આ પુસ્તકમાં રિશિએ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથેની મુલાકાત અને પિતા રાજ કપૂરના અભિનેત્રીઓ સાથેના અંગત સંબંધોનો ઉલ્લેખ કર્યા ઉપરાંત દીકરા રણબીરની સતત નજીક ન રહ્યાના કારણે પિતા-પુત્ર વચ્ચેના સંબંધોમાં હંમેશાં અંતર રહેતું હોવાનું જણાવ્યા પછી હાલમાં એક મુલાકાતમાં કહ્યું છે કે, મને મારા દીકરા રણબીરની એકેય ફિલ્મ જોવી ગમતી જ નથી.