Advanced search


બોલિવૂડમાં પક્ષપાત થાય છેઃ હુમા કુરેશી

ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’થી બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરનારી હુમા કુરેશીનું કહેવું છે કે, બોલિવૂડમાં પક્ષપાત નથી થતો એવું કહેવું ખોટું છે. ખરેખર તો બોલિવૂડમાં ભાઈ ભત્રીજાવાદ ચાલે છે. જોકે ઇન્ડસ્ટ્રીના લોકો ખૂબ મહેનતુ છે અને પોતાના કામ બાબતે ઝનૂની પણ છે.

વિશાલ-પિયાલીઃ હમ જુદા હો જાયેંગે

પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર, મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાણી  પત્ની પ્રિયાલીથી અલગ થવા ઇચ્છે છે. એક સત્તાવાર નિવેદનમાં તેણે જણાવ્યું છે કે, ઘણાં વર્ષો સુધી અલગ રહ્યા પછી પ્રિયાલી અને હું છૂટાછેડાની અરજી આપવા જઇ રહ્યા છીએ, પણ એ અમારો અંગત નિર્ણય છે અને સૌ તેનું સન્માન કરે તેવી આશા  છે.

એક યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે ફરી રહી હતી કે તેટલામાં તેનો પતિ આવી ગયો અને બોયફ્રેન્ડને મારવા લાગ્યો.
યુવતીઃ માર તેને... પોતાની પત્ની સાથે ફરવા નીકળતો નથી અને બીજાની પત્ની સાથે જાય છે...
(તેટલામાં બોયફ્રેન્ડ જુસ્સામાં આવ્યો અને યુવતીના પતિને મારવા લાગ્યો).
યુવતીઃ માર... માર એને... ન તો પોતે ક્યાંય લઈ જાય છે કે ન તો બીજા સાથે ક્યાંય જવા દે છે.

‘પદ્માવતી’ના ચાલુ શૂટિંગમાં સેટની તોડફોડ

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’નું શૂટિંગ જયપુરમાં ચાલી રહ્યું હતું. કરણી રાજપૂત સેનાના જિલ્લા પ્રમુખ નારાયણ દિવરાલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કરણી સેનાના યુવાનો જયગઢ કિલ્લામાં ૨૭મી જાન્યુઆરીએ સવારે ઘૂસી આવ્યા. આ યુવાનોએ સેટ પર તોડફોડ સહિત સંજયને થપ્પડો મારીને તેના વાળ ખેંચી લીધા હતા. સેનાના યુવાનોએ ફિલ્મમેકર પર આરોપ મૂક્યો છે કે, રાજપૂતાના રાણી પદ્માવતીની કથાને તોડી-મરોડીને સંજય ફિલ્મ બનાવી રહ્યા છે. કરણી સેનાનો એ પણ આરોપ છે કે પદ્માવતીનું પાત્ર ભજવતી દીપિકા પદુકોણ અને અલાઉદ્દિન ખિલજીની ભૂમિકા ભજવી રહેલા રણવીર સિંહ વચ્ચે પ્રેમદૃશ્યો ફિલ્માવાયા છે. સપનાંમાં પણ આવા દૃશ્યો ઇતિહાસને ખરડી શકે છે. 

Sadhavi jayshrigiri 1

Sadhavi jayshrigiri 1

Sadhavi jayshrigiri 2

Sadhavi jayshrigiri 2

Sadhavi jayshrigiri 3

Sadhavi jayshrigiri 3

Subhash Chandra Bose

Subhash Chandra Bose

મેઘાણી અને જયભિખ્ખુઃ જેવું જી

સર્જકશ્રેષ્ઠ આંગળાંનો કસબ એક આખી સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે અચૂક તેની પાછળ જીવન સંઘર્ષનો પડછાયો પણ હોય જ છે. મેઘાણી અને જયભિખ્ખુની શબ્દયાત્રાના એવા ઘણા મુકામ છે, કેટલાક સ્થળવિશેષના યે ખરા! બોટાદ - બન્નેના ‘અક્ષર’નિવાસની ભૂમિ. પછી રાણપુર.