બાળકને ક્યારેક તેનું ધાર્યું કરવા દો 01/02/2017 5:25 am Mukesh Patel આજકાલ ઘડિયાળના કાંટે ચાલતી દોડધામભરી જિંદગીમાં બાળકોને સાચું શીખવવા માટે શાંતિથી સમજાવવાની ધીરજ લોકો પાસે નથી રહી. એમાંય બાળકો જ્યારે આપણી વાત ન માનતાં હોય ત્યારે તેમની સાથે કેવી રીતે ડીલ કરવું એ ઘણા લોકોની સમસ્યા છે. ઘણા લોકો બાળકો સામે લલચામણી શરતો મૂકે છે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આપણે બાળકો સાથે શરતો મૂકીને કામ કઢાવવું જોઈએ ખરું? સાથે જ આપણે એ વાત પણ યાદ રાખવી જોઈએ કે દરેક બાબતે શરતો મૂકવાનું કે બાંધછોડ કરવાનું શક્ય નથી. ખાસ કરીને તબિયત અને સલામતીની વાત હોય ત્યાં કોઈ શરત કે સોદો ન કરી શકાય. ઘણી વાર એવું પણ થાય છે કે આપણે એ વખતે બાળકોને કોઈ રીતે સમજાવી શકીએ એવું નથી રહેતું.
હસુમતિ, હસીનાબાનુ, ચંદ્રિકા, જયા અને હવે સાધ્વી જયશ્રીગીરીઃ સ્ત્રી એક, નામ-કૌભાંડ અનેક 01/02/2017 5:56 am Vikram Nayak બનાસકાંઠાના વડગામના મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીના પાલનપુર ગૌરીસદન સ્થિત મકાન ઉપર પોલીસ અને એલસીબીએ ૨૮મી જાન્યુઆરીએ દરોડો પાડીને રૂ. ૧.૨૫ કરોડ રોકડા, ૨.૫ કિલો સોનું, બે પેટી વિદેશી દારૂ, દાતરડું અને ધોકા જેવા હથિયારો જપ્ત કર્યાં હતાં. પાલનપુર પોલીસે કુલ રૂ. ૨.૨૦ કરોડની મત્તા ઝડપવા ઉપરાંત ઠગાઈ અને ધાકધમકીનો ગુનો નોંધી સાધ્વીની ધરપકડ કરી હતી. પાલનપુરમાં ન્યુ દાગીના જ્વેલર્સના માલિક પાસેથી સાધ્વીએ રૂ. ૫ કરોડનું સોનું ખરીદ્યું હતું. બાદમાં વેપારીએ પૈસા માગતા સાધ્વીએ બહાના કરીને રૂપિયા આપ્યા નહોતા. વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં સાધ્વી તેના સાગરિતો ચિરાગ રાવલ અને દક્ષ નામના યુવક સહિત ત્રણ સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. ચિરાગની પોલીસે ૩૦મીએ ધરપકડ કરી છે.
યમુનાના શુદ્ધિકરણ માટે સૌરાષ્ટ્રમાં યમુનાયાત્રા 01/02/2017 5:51 am Vikram Nayak વૈષ્ણવ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત ઐતિહાસિક પુષ્ટિ મહાપર્વ મહોત્સવ જૂનાગઢ ખાતે યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત વૈષ્ણવ ગૌરથ દ્વારા શ્રી યમુના યાત્રા સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના ૧૧૧ શહેરો તથા ૧૦૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વિહાર કરી આગામી ૧૩ ફેબ્રુઆરીએ પુષ્ટિ મહાપર્વ મહોત્સવ ખાતે પહોંચશે અને વૈષ્ણવ સંપ્રદાયના આસ્થાના પ્રતીક સમી યમુના નદીજીનું પ્રદૂષણ દૂર કરવા માટે જનજાગૃતિ અભિયાન છેડી પાંચ લાખથી વધુ સહીઓ મેળવી સરકાર સુધી સૌરાષ્ટ્રના વૈષ્ણવોની લાગણી અને માંગણી પહોંચાડવામાં આવશે.
India Post Payments Bank gets RBI nod 01/02/2017 5:51 am Mitul Paniker The Reserve Bank of India has given its nod to the India Post Payments Bank to begin operations.