વસ્ત્રોની ફેક્ટરીના કર્મચારીઓને લઘુતમ સ્તરથી ઓછું વેતન 01/02/2017 7:19 am Achyut Sanghavi રિવર આઈલેન્ડ અને ન્યૂ લુક જેવી હાઈસ્ટ્રીટ ચેઈન માટે કપડાં બનાવતી લેસ્ટરની ત્રણ ફેક્ટરી તેના કામદારોને મિનિમમ વેજ કરતાં ખૂબ ઓછું કલાકદીઠ ૩ પાઉન્ડનું વેતન ચૂકવતી હોવાનું ચેનલ 4ના કર્યક્રમ ‘ડિસ્પેચીસ’ને ખાનગી તપાસમાં જણાયું હતું. કાર્યક્રમમાં દરેક ફેક્ટરીના માલિકે તેમના કર્મચારીઓને મિનિમમ વેજ કરતાં ઓછું વેતન ચૂકવાતું હોવાનો ઈનકાર કર્યો હતો.
શાળાના વિદ્યાર્થીએ વેબસાઈટ માટે જંગી ઓફર ફગાવી 01/02/2017 7:19 am Achyut Sanghavi ડ્યુસબરી, યોર્કશાયરના ૧૬ વર્ષીય વિદ્યાર્થી મોહમ્મદ અલીએ તેણે તૈયાર કરેલી પ્રાઈસ કમ્પેરિઝન વેબસાઈટ માટે અમેરિકન ઈન્વેસ્ટર્સની પાંચ મિલિયન પાઉન્ડની ઓફર ફગાવી દીધી હતી. અલીએ માત્ર ૧૨ વર્ષની વયે પોતાની પ્રથમ કંપની લોન્ચ કરી હતી. તેણે પ્રોજેક્ટ ૨૦૦૬ વીડિઓ ગેમ અને સ્ટોક માર્કેટ માટે ફાઈનાન્સિયલ એપ્લિકેશન તૈયાર કર્યા પછી ૪૦,૦૦૦ પાઉન્ડથી વધુની કમાણી કરી છે. નવી વેબસાઈટ ૨૮ જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી.
યુકેમાં શિક્ષકોની ભારે અછતઃ વિદેશમાંથી ભરતી કરાશે 01/02/2017 7:19 am Achyut Sanghavi બ્રિટનમાં શિક્ષકોની ભારે અછત વર્તાઈ રહી છે. મેથ્સ અને ફીઝિક્સ સહિતના વિષયોમાં શિક્ષકોની શોધ આદરવા ખાનગી કંપનીને ૩૦૦,૦૦૦ પાઉન્ડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ઝેક રિપબ્લિક, જર્મની, પોલેન્ડ અને યુએસમાંથી શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવશે. ૧૯૭૦ના દાયકા પછી પ્રથમ વાર વિદેશમાંથી આવી ભરતી થઈ રહી છે.
માઈગ્રન્ટ્સ વધતા શેરીમાં ઊંઘનારા લોકોની સંખ્યામાં ૫૦ ટકાની વૃદ્ધિ 01/02/2017 7:19 am Achyut Sanghavi ગત બે વર્ષમાં ઈંગ્લેન્ડની શેરીઓમાં ઊંઘી જનારા લોકોની સંખ્યામાં ૫૦ ટકાની વૃદ્ધિ થઈ હોવાનું સત્તાવાર આંકડા જણાવે છે. આ રીતે શેરીઓમાં સૂતાં લોકોમાં વિદેશીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. લંડનમાં કરાયેલા અભ્યાસ મુજબ આવા વિદેશીઓમાં રોમાનિયા, પોલેન્ડ અને લિથુઆનિઆથી આવનારા લોકોનો હિસ્સો એક તૃતીઆંશ છે. વિવિધ ચેરિટીઝ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકારને જણાવાયું છે.