Yes I am a Tamil 'Porukki': Kamal Haasan 01/02/2017 7:16 am Mitul Paniker Among stars who have actively participated in the on-going Jallikattu protests in Tamil Nadu, actor Kamal Haasan's voice has been the loudest
No plans to get hitched anytime soon: Deepika 01/02/2017 7:33 am Mitul Paniker Girl of the hour, Deepika Padukone is enjoying her time in the limelight as her Hollywood debut 'xXx: Return of Xander Cage' continues to make waves across the world.
Srusti Dange joins a five language superstar film 01/02/2017 7:16 am Mitul Paniker Dimpled-beauty Shrusti Dange has scored lead role opposite Allu Sirish in multi-lingual, Mohanlal-starrer '1971-Beyond Borders', directed by Major Ravi
Anirudh and Nayanthara voice together 01/02/2017 7:16 am Mitul Paniker V Hitesh Jhabak's much-awaited horror thriller 'Dora' is all set for a release.
'Kung Fu Yoga' 01/02/2017 7:16 am Mitul Paniker World-renowned archaeology professor Jack, and his team are on a quest to locate a lost ancient Indian treasure
ગુજરાત વાઇબ્રન્ટ વાઇબ્રન્ટ રે... 17/01/2017 2:03 pm Vikram Nayak ગુજરાત ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે વાઇબ્રન્ટ બનીને ઉભર્યું છે. આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં વિક્રમજનક સંખ્યામાં ૨૫,૫૦૦થી વધુ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ) થયા છે. વિવિધ પક્ષકારો વચ્ચે આ સમજૂતી કરારો અમલી બન્યે રાજ્યમાં લાખો રોજગારી સર્જાવાની ઉજળી શક્યતા સર્જાઇ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વાઇબ્રન્ટના પ્રારંભ પૂર્વે ગળુ ખોંખારીને દાવો કર્યો હતો કે દેશ-વિદેશથી મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાતને સફળતા મળી રહી છે. આનું શ્રેય તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિ તેમજ રાજ્ય સરકારના ઘનિષ્ઠ માર્કેટિંગને આપ્યું હતું. સાથોસાથ રાજ્યમાં ઉદ્યોગોને અનુકૂળ માહોલની પણ તેમણે વાત કરી હતી. રાજ્યમાં જંગી મૂડીરોકાણ માટે થયેલા એમઓયુના આંકડા તેમના દાવાને સમર્થન આપે છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
મોદી સામેના આક્ષેપઃ રાહુલની રાજકીય અપરિપકવતા 04/01/2017 4:41 am Vikram Nayak કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો અને વ્યક્તિગત આક્ષેપ કર્યો છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન સહારા અને બિરલા ઔદ્યોગિક જૂથે તેમને ૫૫ કરોડ રૂપિયા આપ્યા છે. કોંગ્રેસના યુવરાજે આ આક્ષેપો વડા પ્રધાનની હોમ પીચ એવા ગુજરાતના મહેસાણામાં જાહેર સભાને સંબોધતા કર્યા હોવાથી ખરેખર તો દેશભરમાં સનસનાટી મચી જવી જોઇએ, પણ થયું છે આથી સાવ જ ઉલ્ટું. આક્ષેપોનું સૂરસૂરિયું થઇ ગયું છે.
ભારત-ચીન સંબંધઃ વિના સહકાર નહીં ઉદ્ધાર 10/01/2017 10:03 am Vikram Nayak ભારતે ૫૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતા ‘અગ્નિ-૫’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરતાં ચીનના પેટમાં ઊકળતું તેલ રેડાયું છે. અને તેમાં કંઇ આશ્ચર્યજનક પણ નથી, આથી ઉલ્ટું આમ ન થયું હોત તો અવશ્ય ભારતને નવાઇ લાગી હોત. સમગ્ર એશિયા તેમજ અડધોઅડધ યુરોપને આવરી લેતાં આ મિસાઇલનું પરીક્ષણ થયાના ગણતરીના કલાકોમાં જ ચીને ચીમકી ઉચ્ચારી છે કે ભારત આ પ્રમાણે મિસાઇલ ટેક્નોલોજી વિકસાવીને શસ્ત્રદોડને ઉત્તેજન આપતું રહેશે તો તે પાકિસ્તાનને મિસાઇલ ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરશે. ચીનનો આ અભિગમ દર્શાવે છે કે તે ભારત સામે શિંગડા ભરાવવા દુશ્મનનો દુશ્મન આપણો દોસ્તની નીતિ અપનાવી રહ્યું છે. ચીન ભલે મદમાં રાચતું હોય કે તેને ભારતને ભીડવવામાં ભારતના જ દસકાઓ જૂના દુશ્મન પાકિસ્તાનનો સાથ મળી રહ્યો છે. પરંતુ તે કદાચ ભૂલી જાય છે કે આમાં તેને કોઇ પણ પ્રકારે લાભ નથી જ નથી.
આતંકવાદના નામે ડોનાલ્ડ ટ્રમ્પનો ‘આતંકી’ નિર્ણય 01/02/2017 5:12 am Vikram Nayak વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પ કામે વળગ્યા છે. ચૂંટણી પ્રચાર વેળા તેઓ જાતભાતના નિવેદનો દ્વારા અખબારોમાં છવાયેલા રહેતા હતા, હવે તેઓ ચૂંટણી વચનોનું પાલન કરીને સમાચારોમાં ચમકી રહ્યા છે. પ્રમુખપદે બેસતાં જ સૌથી પહેલાં તેમણે તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ લાગુ કરેલી ગરીબ અને સામાન્ય વર્ગની હિતકારી હેલ્થ સ્કીમ રદ કરી. પછી મેક્સિકનોની અમેરિકામાં ઘૂસણખોરી રોકવા અમેરિકા-મેક્સિકો વચ્ચે હજારો માઈલ લાંબી દીવાલ બાંધવાની જાહેરાત કરી. ઇરાન, ઇરાક, યમન, સીરિયા, સુદાન, લીબિયા અને સોમાલિયા - આ સાત દેશના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશબંધી લાદી છે. સાથે સાથે જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયાના નાગરિકોની યુએસ પ્રવેશ વેળા કડક ચકાસણીનો આદેશ આપ્યો છે. અમેરિકાભરમાં આ નિર્ણય સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ધરણાં-પ્રદર્શન કરી રહેલા વર્ગનું માનવું છે કે સાત મુસ્લિમ દેશોના નાગરિકો માટેનો નિર્ણય ધાર્મિક વિભાજનને ઉત્તેજન આપનારો છે.
દેશના વિકાસમાં ભારતવંશીઓનું અમૂલ્ય યોગદાન 10/01/2017 10:02 am Vikram Nayak વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બેંગ્લૂરુમાં ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતા અમારે પાસપોર્ટ નહીં, લોહીનો સંબંધ જોઇએ છીએ તેમ કહીને વિદેશવાસી ભારતીયો સાથેનો નાતો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો.